Abtak Media Google News

આ નિર્ણય ઉપલા લેવલેથી લેવાયાનું ‘અબતક’ને જણાવતા મેનેજર

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા કેશોદમાં કલમના એક ઝાટકે ૧૭ હજારથી વધુ ગ્રાહકોના ખાતા મુખ્ય શાખામાં ફેરવી દેવામાં આવતા ગ્રાહકોમાં રોષની લાગણી વ્યાપી છે.

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કેશોદની મુખ્ય શાખામાં ખુબજ ટ્રાફીક રહેતો હોય ગ્રાહકોને પડતી મુશ્કેલી નિવારવા અને બેંકમાં વધતુ ભારણ ઓછુ કરવા આઠ-દસ વર્ષ પહેલા વેરાવળ રોડ પર બેંકની બીજી શાખા શ‚ કરવામાંઆવી હતી. જેથી ગ્રાહકોમાં આનંદ વ્યાપ્યો હતો અને રાહતની લાગણી અનુભવી હતી.

છેલ્લા એક દસકામાં કેશોદનો વિસ્તાર વિકાસનો વ્યાપ વધ્યો છે. ત્યારે લોકોની સુખાકારી માટે અને પાયાની સુવિધાઓ માટે તંત્ર દ્વારા પણ અથાગ પ્રયાસો થઈ રહ્યા છે.

દરમિયાન બેંક દ્વારા ગ્રાહકોને અગાઉ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ તઘલખી નિર્ણય લેવાતા હજારો ગ્રાહકોમાં રોષની લાગણી વ્યાપી છે.

એસ.બી.આઈ. બેંકને ઉદ્યોગ ઝોનમાં ફેરવવાનો નિર્ણય લેવાની સાથે સાથે આ બેંકના ૧૭ હજારથી પણ વધુ ગ્રાહકોના ખાતા મુખ્ય ખાતામાં ફેરવી નાખવામાં આવતા બેંકના ખાતેદારો આ કોરોના કાળમાં ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.

આ બાબતે બેંક મેનેજરને આ તઘલખી નિર્ણય શું ઉદ્યોગકારોને તકલીફ ન પડે તેવા હેતુથી લેવાયો છે. ? તેવા ‘અબતક’ના પ્રશ્ર્નના ઉતરમાં માત્ર આ નિર્ણય ઉપલા લેવલથી કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. આ બાબતે બેંક દ્વારા કોઈ સુચા‚ નિર્ણય લેવામાં આવે તેવી ગ્રાહકોની લાગણી અને માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.