રાજકોટ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અમારી ટીમ ખડેપગે: ભૂપતભાઇ બોદર

પૃથ્વીના પટ પર આવેલા સાત ખંડોમાં ઉત્તમ એશિયા ખંડ છે, એશિયા ખંડના દેશોમાં શ્રેષ્ઠ દેશ ભારત છે. ભારતનું એક ઉત્તમોતમ રાજય એટલે ગુજરાત, ગુજરાતના નમુનેદાર પ્રાન્ત એટલે સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રનો શ્રેષ્ઠ જીલ્લો એટલે રાજકોટ ! તો આજે રાજકોટ જીલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ ભૂપતભાઇ બોદરને મળીએ, તેમની પાસેથી  રાજકોટ જીલ્લાની આજ અને આવતીકાલની વાતો જાણીએ…

કોરોનાની સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં પણ વેક્સિનેશન માટે લોકો આગળ આવે

સૌરાષ્ટ્રને ફિલ્મ સ્ટુડિયો મળે એવી મારી સરકાર સમક્ષ માગણી છે: બોદર

પ્રશ્ન:- હાલ જીલ્લામાં કોરોનાની પરિસ્થિતિ શું છે?

જવાબ:- 1લી મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ ‘મારું ગામ કોરોના મુકત ગામ’ અભિયાન અંતર્ગત જીલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ આરોગ્ય ટીમ વગેરે સંગઠન દ્વારા એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા શું કરવું તે વિશે યોજના બનાવાઇ હતી. હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો હાલ રાજકોટ 11 તાલુકાઓમાંથી બે તાલુકામાં કેસ છે એક જેતપુર અને જામકંડોરણા અને જીલ્લામાં પણ કેસો ઘટયા છે. એટલે એમ કહી શકાય કે હાલ કોરોનાની સ્થિતિ સામાન્ય છે.

પ્રશ્ન:- હાલની પરિસ્થિતિ માટે જીલ્લા પંચાયતે કયા કયા પગલા લીધા છે?

જવાબ:- કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા શરૂઆતમાં સૌ પ્રથમ ટેસ્ટીંગ કામગીરી પર ઘ્યાન આપીને તેને વધારાઇ, ત્યારબાદ ઘેર ઘેર સર્વે કરાયું, આ સાથે સેનેટાઇઝીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

પ્રશ્ન:- અતિ વિકટ પરિસ્થિતિમાં તંત્ર પાસે જયારે કીટો ઓછી હતલ ત્યારે તમે સ્વખર્ચે પણ કીટો મંગાવી હતી ખરું ને?

જવાબ:- એક સમયે તંત્ર પાસે કીટોની ઉણપ સર્જાતા મેં એક પ્રમુખ તરીકે ર0 હજાર કીટો મંગાવી હતી.

પ્રશ્ન:- સરકાર દ્વારા શરૂ કરાયેલી વેકસીનેશન ડ્રાઇવ અંતર્ગત જીલ્લા લેવલે શું પ્રયત્નો કરાયા છે?

જવાબ:- સૌ પ્રથમ તો વેકસીનેશન ડ્રાઇવ અંતર્ગત અમે જીલ્લા લેવલે અધિકારીઓ – પદાધિકારીઓ મળીને ગામે-ગામ ગયાં, ત્યાં વડીલો સાથે મળીને ચર્ચા કરીને વેકસીનેશન કરાવવા વિશે સમજણ આપી અને ઉદાહરણ આપી સમજાવ્યું કે પોલિયોની રસી છે તેમ આપણી રસી છે. તેનાથી ડરવું નહીં અને ઘરના મોભી તરીકે જાગૃત બનો, અંધશ્રઘ્ધા દૂર કરીને વેકસીન લેવા તૈયાર થાવ, આ સાથે એક પહેલ પણ કરી કે પદાધિકારીઓએ વાતો કરતા કરતા સમજાવવાનું શરુ કર્યુ તો 45 થી 60 વર્ષના વડીલોએ વાતો કરતા કરતાં વેકસીન લેવાની તૈયારી બતાવી તેમાં સફળતા મળી.

પ્રશ્ન:- સાબરકાંઠા જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા પંચાયત પ્રમુખે જાહેરાત કરી હતી કે જે ગામમાં 100 ટકા વેકસીનેશન થાય તેને 10 લાખ અપાશે? તો આપણે આવો વિચાર કર્યો છે અથવા કરવાના છીએ ક કેમ?

જવાબ:- વેકસીનેશનના શરૂઆતી દૌરમાં મેં મારા ર0 ગામોમાં મારે જે એક પેટ્રોલ પંપ છે ત્યાં એક સ્કીમ રાખીતી કે જે લોકો અહીં વેકસીન મૂકાવશે તેને પેટ્રોલમાં 1 રૂ. ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

પ્રશ્ન:- આપના આ પ્રયાસને કેટલી સફળતા મળી અને કેટલા લોકો જોડાયા?

જવાબ:- શરૂઆતમાં ર00 વેકસીનેશનની લીમીટ હતી. તો આ સ્કીમ દ્વારા પ્રતિદિન એ લીમીટ પૂરી થઇ જતી એ રીતે સફળતા મળી દરરોજ 200 લોકો રસીકરણ કરાવતા.

પ્રશ્ન:- વેકસીન અંગે હાલ લોકોમાં અંધશ્રઘ્ધા પ્રર્વતી છે કેતેઓ દાણા નાંખે ભુવા પાસે જાય તો એક પ્રમુખ તરીકે આપ શું કહો છો લોકોને?

જવાબ:- પ્રમુખ તરીકે મારી ગ્રામજનોને વિનંતી છે કે ભગવાનમાં માતાજીમાં હું પણ માનું છું પણ આ વિજ્ઞાન છે અને વેકસીનનાબે ડોઝથી તમે પણબચશો અને તમારો પરિવાર પણ તો મહેરબાની કરીને રસીકરણ કરાવવું જરુરી છે તો કરાવો.

પ્રશ્ન:- હાલમાં એક નવી વાત સામે આવી છે કે બન્ને ડોઝ લીધા બાદ શરીર પર ચુંબકીય અસરો જોવા મળે છે તો લોકોની આ માનસિકતા  વિશે તમે શું કહો છો?

જવાબ:- આવું બધાને નથી હોતું પણ ગામડામાં ખેડુતોમાં જોયું છે કે ઘણીવાર સાથ કે વીછી કરડે તો સાથ મરી જાય છે તો તેમાં હું કહીશ કે એવા કેટલાક લોકોના શરીર થઇ ગયા હોય છે. પણ વેકસીનથી આમ થાય તેવું નથી હોતું.

પ્રશ્ન:- જુન માસ મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવાય છે તો જીલ્લા માટે શું આયોજન છે?

જવાબ:- આ માટે જીલ્લામાં ત્રણ બેઠક કરાઇ, વરસાદ, વાવાઝોડુ વૃક્ષોનું આયોજન કર્યુ છે. વગેરે સાથે મેલેરીયા માટે પણ દવા છંટકાવ વગેરે આગોતરૂ આયોજન પશુ પાલન માટે પણ આગોતરુ આયોજન હાથ ધરાયું છે.

પ્રશ્ન:- ભાદર નદીનું વહેણ ખુલ્લામાં વધારે છે તો ચોમાસામાં ભાદરની તારાજી માટે તંત્ર દ્વારા શી આગોતરી વ્યવસ્થા કરાઇ છે?

જવાબ:- કયાંય પણ આ રીતે અચાનક તારાજી સર્જાવાનો પ્રશ્ન સર્જાય ત્યારે સરપંચ, આગેવાનો પોલીસ સ્ટાફ મળીને તૈયારી કરાઇ છે.

પ્રશ્ન:- જીલ્લાના ડેમોની પરિસ્થિતિ શું  છે? ગાબડા પડી જતા હોય તેવી સ્થિતિમાં શું તૈયારી કરાઇ છે?

જવાબ:- સિંચાઇ વિભાગ દ્વારા 1પ-ર0 દિવસ પહેલા ડેમોનો સર્વે કરીને ગાબડુ કે તળ પડી હોય ત્યાં કામગીરી શરૂ કરી દો.

પ્રશ્ન:- પાણીની પરિસ્થિતિ હાલ તો સારી છે. પણ છતાં પાણી વિશે આગામી આયોજન શું છે?

જવાબ:- ગામડામાં પા.પૂ. યોજના સરકારી યોજના અમલી કરાવી છે. પાણીની મોટર આપવી વગેરે દરેક તૈયારીઓ કરાઇ છે. આ વર્ષે તો લગભગ પાણી સંદર્ભે બહુ ફરીયાદો નથી આવી તેમ છતાં તૈયારીઓ કરવામાં આવી છે.

પ્રશ્ન:- પડધરીમાં પાણી પ્રશ્ન હાલ વિકટ બન્યો છે ડોડી નદીનું ગંદુ પાણી કુવામાં નાખવામાં આવ્યું છે અને કુવામાંથી લોકો પાણી ભરે છે.

જવાબ:- આ વિશે મને આજે જાણ થઇ છે પડધરી તાલુકો હોય કે બીજો કોઇ તાલુકો આ અંગે તપાસ જરૂક કરાવીશ.

પ્રશ્ન:- શિક્ષણ ક્ષેત્રે છેલ્લા દોઢ વર્ષથી કપરી છે તો આ અંગેનો ઉત્તમ ઉકેલ શું નીકળી શકે?

જવાબ:- વિદ્યાર્થીઓ નથી આવતા તે અંગેનો સર્વે અને આયોજન કરવા જીલ્લા પંચાયત કટિબઘ્ધ છે.

પ્રશ્ન:- પાણી, શિક્ષણ બાદ રસ્તાઓ માટેનું કોઇ આગોતરુ આયોજન છે?

જવાબ:- મને ચાર્જ મળ્યા પછી જાતે ફોન કરીને સરપંચો સાથે આ અંગેની વાત કરીને સ્ટ્રીક સુચના આપી અને માર્ગની નબળી કામગીરી નહીં ચલાવાય તે અંગેની સુચનાઓ આપવામાંઆવી હતી.પૈસા સરકાર આપે છે. તેથી કોન્ટ્રાકટરો અને અધિકારીઓને આ વિશે સુચના ફોન કરીને આપી દેવાઇ છે. કોઇડ ડરાવે, ધમકાવે તો જાણ કરજો.

પ્રશ્ન:- અતરિયાળ ગામડાઓમાં શિક્ષકો જવા તૈયાર નથી, જી.પં. ની શાળાઓમાં શિક્ષકો નથી. જતા જેવી સમસ્યાઓનું જીલ્લા પંચાયત તરફથી નિરાકરણ આવવું જોઇએ એના વિશે શું કહેશો?

જવાબ:- જયારે પણ આ અંગેની નાની મોટી ફરીયાદો આવશે ત્યારે આયોજન જરૂર કરવામાં આવશે.

પ્રશ્ન:- જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની પાર્ટીઓ અલગ હોવાની ફરીયાદો આવે છે આવા સંજોગોમાં પક્ષ-વિપક્ષ થાય ત્યારે શું કરવું?

જવાબ:- પ્રજાજનો જયારે ચૂંટીને જવાબદારી આપી ત્યારે ગામડાની પ્રજા હેરાન ન થાય એ જ જોવાનું,  પક્ષા-પક્ષીથી દુર રહેવાનું હોય છે. એ મારે જોવાનું હોય છે તો હજુ સુધી આવી કોઇ ફરીયાદ નથી.

પ્રશ્ન:- કોર્પોરેટરથી જીલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર સુધીના સફરમાં શું ફરક પડયો?

જવાબ:- કોર્પોરેશનની લીમીટ હોય છે. જયારે જીલ્લા લેવલે કામગીરી અને જવાબદારી વધી જાય છે.ખેડુતોના પ્રશ્ર્નો, ગામડાના પ્રશ્ર્નો, પાણી, વીજળી વગેરે પ્રશ્ર્નો હોય છે. ચેક ડેમો, જંગલખાતુ વગેરે દરેક પ્રશ્ર્નો અને તેના બનાવોની જવાબદારી હોય છે ત્યારે ગ્રાન્ટમાંથી દરેક પ્રશ્ર્નોના ઉકેલ લેવા પ્રયાસો  કરાયા છે. 180 ડેમોના દરેકની ફરીયાદનો નિકાસ કરવાની કામગીરી પર પુરતુ ઘ્યાન અપાય છે.

પ્રશ્ન:- કોર્પોરેટરથી જીલ્લા પંચાયત પ્રમુખ હવે આગળના સ્ટેટ લેવલે પણ રાહ જોઇએ કે કેમ?

જવાબ:- ભાજપે જયારે જીલ્લા પંચાયત લેવલે જવાબદારી સોંપીછે. ત્યારે પાંચ વર્ષ પુરતુ તો મારુ ગામડુ મારો જીલ્લો એજ વિચાર છે. આગામી પરિસ્થિતિ વિશે હજુ વિચાર્યુ નથી.

પ્રશ્ન:- અંગત વાત કરીએ તો લોકો આપને કોર્પોરેટર  કે પ્રમુખ તરીકે ઓળખે છે. પણ આપ એક ર્મિાતા પણ રહી ચૂકયા છે. તો ભવિષ્યમાં ફરી એ દિશા તરફ જવાનો વિચાર કર્યો છે?

જવાબ:- મરાઠી ગીતો બનાવ્યા ગુજરાતી પાત્રો બનાવ્યો ‘જસુ જોરદાર’  બનાવ્યું ફિલ્મો મારા બનતા રે રહેશે. પણ હાલ જે જવાબદારી છે તે સુપેરે નિભાવવાની છે. ફોન પર કંઇ આ અંગે કામ હશે તો ચોકકસ માર્ગદર્શન આપીશ પણ પહેલા પ્રમુખ તરીકેની જવાબદારી

પ્રશ્ન:- સૌરાષ્ટ્રના સુંદર લોકેશન છે, તો ગુજરાતી ફિલ્મો બનાવવા માટે કયાંય સ્ટુડીયો બનાવી શકાય કે કેમ?

જવાબ:- દરિયા કિનારે દ્વારકામાં પણ છે સૌરાષ્ટ્રમાં શુટીંગ કરવું સરળ અને ઓછું ખર્ચાય છે. તો મેં આ અંગે રાજય સરકારને ઘ્યાન દોયુૃ હતું.

પ્રશ્ન:- આપ જ સ્ટુડીયો બનાવવા કંઇ ન કરી શકો?

જવાબ:- નાના સ્ટુડીયોનું નિર્માણ કાર્ય હાથ ધરી શકાય સ્ટુડીયો બનાવો તો સારો બનાવવો જેથી તેનો વ્યાપ વધે, હૈદરાબાદમાં બનાવાયેલો રામોજી રાવ સ્ટુડીયો જેવો સ્ટુડીયો બને તો ઘણા લોકોને લાભ મળે અને એક સુંદર ફરવાનું સ્થળ પણ બની રહે.

પ્રશ્ન:- રાજય સરકાર સમક્ષ આ સ્ટુડીયો બનાવવાની માંગ દોહરાવશો?

જવાબ:- મુખ્યમંત્રી સમક્ષ સ્ટુડીયો બનાવવાની મારી લાગણી ચોકકસ વ્યકત કરીશ, કારણ કે તેમણે માગ્યા વગર જ સૌરાષ્ટ્રને એઇમ્સ આપ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપ્યું છે. અટલ સરોવર આપ્યુંછે. તો મને વિશ્ર્વાસ છે તેઓ સ્ટુડીઓ બનાવવાની માંગને પણ સ્વીકારશો

પ્રશ્ન:- રાજકોટ જીલ્લાના નાગરીકોને શું સંદેશ આપશો?

જવાબ:- આવતા દિવસોમાં ત્રીજી લહેરની શકયતાઓ છે એવામાં લોકોને એટલી જ અપીલ કે સાવચેતી રાખો માસ્ક પહેરો, સરકારી ગાઇડ લાઇનનું પાલન કરો…