ખાખીની માનવતા, 300 સિનિયર સીટીઝન મહિલાઓની રાખશે સારસંભાળ

16 જગ્યાએ “દુર્ગા શક્તિ ભરોસા કેન્દ્ર” સ્થપાશે, મહિલાઓની સુરક્ષામાં થશે વધારો

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સમગ્ર મહિલાઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે. આજના દિવસે રાજકોટ શહેર પોલીસ દ્વારા બે અનોખા સંકલ્પ કરવામાં આવ્યા છે તેમજ રાજકોટ શહેર માં રહેતી મહિલાઓ માટે તેની સુરક્ષા લઈને બે યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે. રાજકોટમાં ભીડભાડવાળા 16 કેન્દ્રો પર દુર્ગા શક્તિ ટીમ મહિલા પોલીસ ટીમ તેમજ તૈયાર બેની મહિલાઓ કાર્યરત રહેશે આ 16 કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે,”દુર્ગા શક્તિ ભરોસા કેન્દ્ર” સાથેજ  આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજકોટ શહેર પોલીસે શહેરમાં એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝન 300 મહિલાઓને કાયમી તમામ સવલત પૂરી પાડવા નો ઉત્તમ ,સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. ” સંભાળ યોજના”  હેઠળ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા મહિલા અધિકારીઓ અને કર્મીઓ દરેક અઠવાડિયે સિનિયર સિટીઝન મહિલાઓની મુલાકાત લેશે અને તેમને તમામ સવલતો પુરી પાડશે.

આંતર રાષ્ટ્રીય મહિલા દિવસે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મહિલાઓની સુરક્ષા અને સલામતિની ચિંતા કરી જયાં મહિલાઓની અવર જવર વધુ હોય તેવા શોપીંગ મોલ, શાક માર્કેટ અને ફરવા લાયક સ્થળોએ 16 દુર્ગાશકિત ભરોસા કેન્દ્ર ઉભા કરી ત્યાં હથિયાર ધારી મહીાલ અને

ટીઆસીના જવાનો ઉ5સ્થિત હશે ગુનાને નિયંત્રણ કરી મહિલાઓને જાગૃત કરવામાં આવશે તેમજ અત્યાર સુધીમાં 6 હજાર લોકોને એપ્લીકેશન ડાઉન લોડ કરી અને વધુને વધુ લોકો એપ્લીકેશન ડાઉન લોડ કરાવવામાં આવશે.

આ ઉપરાંત શહેરમાં સંભાળ યોજના હેઠળ એકલવાયુ જીવતા 300 જેટલા સીનીયર સીટીઝનને મહીલાને શોધી કાઢી દુર્ગા શકિત ટીમ દ્વારા સંભાળ રાખવામાં આવે છે. તેમ જ દુર્ગાશકિત ટીમ દ્વારા શોધી કાઢેલી 300 જેટલી મહિલાની દર સપ્તાહ મુલાકાત લઇ તેમની તકલીફ અને જરુરીયાત દુર કરવાનો પ્રયત્ન કરી પુત્રી તરીકેની જવાબદારી નીભાવશે તેમ કમિશ્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.