ભાવનગર: રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.O 2024-25 રાજ્યકક્ષા રસ્સાખેંચ (બહેનો) અં.17, ઓપન એઈજ-ગ્રુપ, અબવ 40 અને અબવ 60 બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,સીદસર રોડ, ભાવનગર ખાતે તા.29-03-2025 થી 04-04-2025 દરમ્યાન થનાર છે.
આ સ્પર્ધામાં ગુજરાતનાં સૌરાષ્ટ્ર ઝોન, મધ્યઝોન, દક્ષિણઝોન અને ઉત્તરઝોન માંથી વિજેતા અને રનર્સઅપ ટીમો હાજર રહેલ હતા. આ સ્પર્ધામાં ખેલાડી બહેનો અને કોચ મેનેજર તેમજ ઓફિસિયલ, વ્યવસ્થાપક બહોળી સંખ્યા માં હાજર રહેલ હતા. જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે પધારેલ મુખ્ય મહેમાન અશ્વિન ઈટાલીયા (ફોરેન્સિક ઓફિસર) અતિથી વિશેષ લાલજી કોરડીયા-પ્રમુખ ભાવનગર શહેર વ્યાયામ શિક્ષક સંઘ, અશોક જોષી- પ્રમુખ ભાવનગર ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ, વિ.એમ.જાળેલા – પૂર્વ પ્રમુખ ભાવનગર ગ્રામ્ય વ્યાયામ શિક્ષક સંઘ, તેમજ પ્રમુખશ્રી રાજુભાઈ પટેલ- ગુજરાત રાજ્ય રસ્સાખેંચ એસોસીએશન, વિશાલ જોષી- પ્રાંત યુવા વિકાસ અધિકારી, કલ્પેશ પંડ્યા-બી.આર.સી. કો-ઓર્ડીનેટર ભાવનગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.
જિલ્લા રમતગમત અધિકારી નરેશ ગોહિલ તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારી સુનીલ ચૌધરી દ્વારા મહેમાનોને આવકારવામાં આવેલ હતા. મહેમાનોનું સ્વાગત જિલ્લા રમતગમત અધિકારી નરેશ ગોહિલ દ્વારા કરવામાં આવેલ તેમજ સ્પર્ધા અંગેની માહિતી આપવામાં આવેલ હતી. ઉપસ્થિત મહેમાનો દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આભારવિધિ અશોક જોષી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા રમત ગમત અધિકારી નરેશ ગોહિલ માર્ગદર્શન અંતર્ગર્ત ભાવેશ ભટ્ટ અને કચેરીનાં સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું.