Abtak Media Google News

કોલકીમાંથી નિતિન અઘેરા, સંજય માકડિયાની મુખ્ય દાવેદારી

પાનેલીમાંથી જયશ્રીબેન ગેડિયા, દિલિપસિંહ વાળા મેદાનમાં

જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો આળસ ખંખેરી ચૂંટણી લડવા ઈચ્છતા મૂરતીયાઓને સાંભળવાનો ધમધમાટ ચાલુ કરી દેતા ગઈકાલે ભાજપના નિરીક્ષકો દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માંગતા મૂરતીયાઓની સેન્સ લીધી હતી.

જિલ્લા ભાજપના નિરીક્ષકો વશરામભાઈ સાગઠીયા, વિજયભાઈ કોરાટ અને મુકતાબેન વઘાસીયા ગઈકાલે માર્કેટીંગ યાર્ડ ખાતે સેન્સની પ્રક્રિયા હાથ ધરતા જિલ્લા પંચાયતની ત્રણ સીટ માટે ૧૪ દાવેદારો મેદાનમાં આવ્યા હતા જયારે તાલુકા પંચાયતની ૧૮ સીટો માટે ૯૦ જેટલા દાવેદારોએ સેન્સ આપી હતી ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની રજૂઆત અને ભલામણ કરવા મોટામાથાઓ મેદાનમાં આવ્યા હતા જયારે ચૂંટણી લડવા માગતા ઉમેદવારો પણ ખેરખા છે. ટીકીટની દાવેદારી કરવા માગતા ઉમેદવારોનો રાફડો ફાટયો હોય ત્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી ભારે રસપ્રદ બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

જિલ્લા પંચાયતની ત્રણ સીટની વાત કરવામાં આવે તો કોલકી બેઠક ઉપર તાલુકા ભાજપના પ્રમુખ અને સહકારી અગ્રણી સંજયભાઈ માકડીયા, બીજા દાવેદાર તરીકે કડવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ નિતિનભાઈ અધેરા, તાલુકા સંઘના ડિરેકટર દલપતભાઈ માકડીયા અને જેનાભાઈ બશચરીયાએ દાવેદારી કરી છે. જયારે પાનેલી બેઠક ઉપર હાલ તાલુકા પંચાયતના સંજય વિપુલભાઈ ગેડીયાના પત્ની જયશ્રીબેન ગેડીયા તેમજ દિલીપસિંહ વાળા ભીખાભાઈ ગજેરા પરિવારના સભ્યો દાવેદાર છે. તેમાં મુખ્ય દાવેદાર જયશ્રીબેન ગેડીયા છે તે જમનભાઈ ગેડીયા સહકારી ક્ષેત્રના પીઢ આગેવાનના પુત્રવધુ થાય છે. જયારે કોલકી બેઠક ઉપર તાલુકા ભાજપના પ્રમુખના પત્ની નિમુબેન રાજશીભાઈ હુબલ, એડવોકેટ ભરતભાઈ મેત્રાના પત્ની પૂર્વ પ્રમુખ બાબુભાઈ હુબલ પરિવારમાંથી તેમજ નાથાભાઈ સુવા પરિવારમાંથી દાવેદારી કરવામાં આવી છે.

જયારે તાલુકા પંચાયતની ૧૮ બેઠકોમાટે ૯૦ દાવેદારોમાં મુખ્ય પાનેલી બેઠક ઉપર અગાઉ સંગઠનમાં કામ કરી ચૂકેલા પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય મહેન્દ્રભાઈ ભાલોડીયા ટીબડીમાં રાકેશભાઈ વૈષ્ણવ, તણસવામાં કાનાભાઈ બાબરીયા, ખાખીજારીયામાં તાલુકા પંચાયતમાં ૨૨ વર્ષ સુધી પ્રમુખ રહી ચૂકેલા રાજાભાઈ સુવા, નાગવદરમાં જયવિરસિંહ વાળા, તલગણામાંથી તાલુકા ભાજપના મહામંત્રી અતુલભાઈ બોરીચા, કોલકીમાંથી પ્રકાશભાઈ ભાલોડીયા,મોજીરામાંથી વિનુભાઈ ચંદ્રવાડીયા, ગણોદમાંથી હિતેશભાઈ વિરડા, તલેગણામાંથી ધનાભાઈ બોરખીરીયા સહિતના ભાજપના આગેવાનોએ દાવેદારી નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.