ખોડલધામ વેસ્ટ ઝોન નવરાત્રીનો આજે અંતિમ દિવસ: ખેલૈયાઓ મોજમાં

પ્રથમ બે નોરતામાં રાસોત્સવ બંધ રહેતા આજે મેગા ફાઈનલ રાઉન્ડ

માના નવલા નોરતાના અંતિમ દિવસે શહેરનાં મવડી બાયપાસ પાસે ખોડલધામ વેસ્ટ ઝોન દ્વારા પટેલ સમાજના ખેલૈયાઓ માટે નવરાત્રીનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતુ જાણીતા કલાકારોનાં સંગાથે ખેલૈયાઓ મનમૂકીને ઝૂમ્યા હતા ગ્રાઉન્ડ ખાતે ૪૦૦૦થી વધુ ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝૂમ્યા હતા.

અબતક સાથેની વાતચીત દરમિયાન ખોડલધામ વેસ્ટ ઝોનના આયોજક હસમુખભાઈ લુણાગરીયાએ જણાવ્યું હતુ કે તેમના મિત્ર હાર્દિક સોરઠીયા તથા તેમની ૩૦૦થી વધુ સ્વયંસેવકોની ટીમ દ્વારા નવલા નોરતાનું ખૂબજ સુંદર આયોજન કરાયું છે. ત્યારે વરસાદના કારણે ખેલૈયાઓનાં નવરાત્રીનાં પ્રથમ બે નોરતા બગડયા હતા.

તેથી દશેરા નિમિતે ખેલૈયાને રાજી રાખવા ગરબા મહોત્સવ લંબાવાઈ ચાલુ રખાયો છે. અને મેગા ફાઈનલ રાઉન્ડ દશેરાનાં પછીના દિવસે રખાયો છે.જેથી દરેક ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝુમીશકે ત્યારે આ દશેરાના છેલ્લા દિવસે પણ ખોડલધામના આ ગ્રાઉન્ડમાં ૬૦૦૦થી વધુ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અને બધા પરંપરાગત પોશાકમાં સજજ થઈ ને જાણીતા કલાકારોના સથવારે ગરબી રમ્યા હતા.