Abtak Media Google News

ઉમેશ પાલ હત્યા કેસમાં 28મી માર્ચે ખાસ અદાલત આપી શકે છે ચુકાદો

ખૂંખાર ગેંગસ્ટર અતિક અહેમદને સાબરમતી જેલથી પ્રયાગરાજ લઈ જવામાં આવ્યો છે. 100 થી ગુન્હામાં સંડોવાયેલા અતિક અહેમદને જૂન,2019થી સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. 1300 કિમી લાંબા સફર માટે બે પ્રીઝન વેન સહિતનો કાફલો સાબરમતી જેલ ખાતે પહોંચ્યો હતો. યુપી પોલીસના આશરે 23 જેટલા અધિકારી-કર્મચારીઓ અતિક અહેમદને લઈને પ્રયાગરાજ પહોંચી ચુક્યા છે.

વર્ષ 2007માં ઉમેશ પણ અપહરણ અને હત્યા કેસમાં પોલીસ હવે અતિક અહેમદને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરનારી છે. અતિક અહેમદ વિરુદ્ધ હત્યા સહિતના અંદાજીત 100 જેટલા ગુન્હા નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2005માં બીએસપીના ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસમાં ઉમેશ પાલ તાજનો સાક્ષી હતો જેનું અપહરણ અતિક અહેમદ ગેંગ દ્વારા કરી લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ સાથેના અથડામણમાં અતિક અહેમદ ગેંગે ઉમેશ પાલ અને બે પોલીસ કર્મીઓની હત્યા નિપજાવી હતી.

પ્રયાગરાજ પોલીસ ઉમેશ પાલ મર્ડર કેસમાં પૂછપરછ માટે પ્રોડક્શન વોરંટ સાથે પહોંચી હતી. પ્રયાગરાજ પોલીસને આ વોરંટ ઉમેશ પાલના અપહરણના સંબંધમાં મળ્યું છે. પ્રયાગરાજની કોર્ટ આ મામલે 28 માર્ચે પોતાનો ચુકાદો આપી શકે છે. આવી સ્થિતિમાં અતીક અહેમદની હાજરી કોર્ટની અંદર જ રહેશે. ઉમેશ પાલ મર્ડર કેસમાં અતીક અહેમદ પર ષડયંત્રનો આરોપ છે. પોલીસે અતીક અહેમદ અને તેના પરિવારના સભ્યો સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. સાથે જ આ કેસમાં અતીકનો પુત્ર અને અન્ય સભ્યો ફરાર છે.

અતીકને સાબરમતી જેલમાંથી ઝડપી લીધા બાદ પ્રયાગરાજ પોલીસ તેને ત્યાંની કોર્ટમાં રજૂ કરશે અને પૂછપરછ માટે તેને રિમાન્ડ પર લેશે.ગયા મહિને 24 ફેબ્રુઆરીએ રાજુ પાલ હત્યા કેસના એકમાત્ર સાક્ષી ઉમેશ પાલની પ્રયાગરાજ જિલ્લાના ધુમાનગંજ વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદને યુપી લઈ જવામાં આવશે. આ હત્યાકાંડમાં ઉમેશ પાલ ઉપરાંત બે સુરક્ષા જવાનો પણ શહીદ થયા હતા. આ પછી પોલીસે હત્યામાં સંડોવાયેલા બે ગુનેગારોને ઠાર કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.