જામનગરમાં ખાનગી કંપનીના મેનેજરનુ કોન્ટ્રાક્ટ મામલે અપહરણ

ટીંબડી ગામના શખ્સે પાંચ કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે મેનેજરને ગોંઘી રાખ્યો’તો: પોલીસ દ્વારા ચાર શખ્સોની શોધખોળ

જામનગરમાં ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા યુવાનનું ટીંબડી ગામના યુવાન સહિત ચાર શખ્સો દ્વારા તેનું પાંચ કરોડના કોન્ટ્રાક્ટ મુદ્દે અપહરણકરી ગોંઘી રાખવામાં આવ્યો હતો બાદ મેનેજરે જેમનાં સંકજામાંથી નીકળી મેઘપર પોલીસમાં ચાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા તેઓની શોધખોળહાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર ખંભાળિયા રોડ પરનાં મેઘપર-પડાણા પાટીયા નજીક નવ દિવસ પૂર્વે ન્યારા કંપનીમાં કાર્યરત ટેકનીય ઇન્ડિયા લીમીટેડ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પવન કુમાર અમીન્દર કુમાર શર્માનું ચાર શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ગોંઘી રાખી માનસિક હેરાન-પરેશાન કરવામાં આવ્યો હતો. જેથી તેને મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પવન કુમાર ગત 15મીના રોજ સાંજના સમયે નોકરી પૂરી કરી જામનગર તરફ આવી રહ્યો હતો. તે વેળાંએ મેઘપર ગામના પાટીયા પાસે મેનેજરની ઇનોવા કારને આંતરી ટીંબડ ગામના રણજીતસિંહ કલુભા જાડેજા અને ત્રણ અજાણ્યાં શખ્સોએ કેટ્રા કાર પાસે લાવી અને તેમાંથી ઉતરી મેનેજરની કાર પાસે ગયા હતા અને તેને કારમાંથી ઉતારી માર માર્યો હતો અને તેને મારી નાખવાની ધમકી આપી પોતાની કેટ્રા કારમાં અપહરણ કરી ગયા હતા અને તેને ગોંઘી રાખ્યો હતો ને માનસિક હેરાન કર્યો હતો.

બાદ તે ત્યાંથી નાશી છૂટ્યા હતો ને પોલીસમાં તેઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ન્યારા કંપનીમાં ટીંબડીના રણજીતસિંહને રૂા.5 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા હતો જેથી તે મેનેજરને ફોન પર અવાર-નવાર ધાક ધમકી આપતા હતાં અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે માનસિક હેરાન કરતા હતા. જેથી તેઓએ મેનેજરનું અપહરણ કર્યુ હતું.જેથી ફરિયાદ પરથી મેઘપર પોલીસે ટીંબડીના રણજીતસિંહ સહિત ચાર શખ્સો વિરુધ્ધ ગુન્હો નોંધી અને તેની શોધખોળ હાથ ધરી છે.