Abtak Media Google News

ગોંડલ ચોકડીથી અપહરણ કરી સણોસરા ફેકટરીએ લઇ જઇ મોતનો ભય બતાવવા યુવાનના શરીરે ડિઝલ છાટયું, બળજબરીથી ઝેરી દવા પીવડાવવા અને ફાંસી દઇ હત્યા કરવા દીધી ધમકી

બામણાસાગીર પોલીસે રાજકોટ પોલીસને જાણ કરતા ૧૨ કલાક ગોંધી રખાયેલા યુવકને ક્રાઇમ બ્રાન્ચે મુક્ત કરાવ્યો

શહેરની ભાગોળે આવેલા સણોસરા ખાતે મેંદો બનાવવાની ત્રણ ભાગીદારોએ ફેકટરી શરૂ  કર્યા બાદ ધંધામાં આવેલી ખોટ વસુલ કરવા બામણાસાગીરના ભાગીદારને રાજકોટના ભાગીદારે અપહરણ કરી ફેકટરી ખાતે ૧૨ કલાક ગોંધી રાખી મોતનો ભય બતાવી ખેતીની જમીનનું સાટાખત લખી આપવા ધમકાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. તાલાલા ગીર પોલીસે રાજકોટ પોલીસને અપહરણની ઘટના અંગે જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચે આગવી કુન્હેથી અપહૃત પટેલ યુવકને હેમખેમ બચાવી અપહરણના ગુનામાં સંડોવાયેલા રૈયા ચોકડી પાસેના ભરવાડ શખ્સ સહિતના શખ્સોની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તાલાલા તાલુકાના બામણાસાગીર રહેતા હાર્દિકભાઇ વિનોદભાઇ ધમસાણી નામના ૩૩ વર્ષના પટેલ યુવાને રૈયા ચોકડી પાસે રહેતા પોતાના ભાગીદાર શૈલેષ ઉર્ફે લાલા ગાંડુ બોરીયા નામના ભરવાડ અને તેના સાગરિતોએ ભાગીદારીના ધંધામાં આવેલી ખોટ વસુલ કરવા અપહરણ કરી સણોસરા ખાતે લઇ જઇ મોતનો ભય બતાવ્યા અંગેની આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

હાર્દિક પટેલના મિત્ર દિનેશભાઇ હેરમાએ રૈયા ચોકડી પાસે રહેતા શૈલેષ બોરીયા સાથે ઓળખાણ કરાવતા હાદિ૪ક પટેલ, શૈલેષ બોરીયા અને કેવલ રાજેશભાઇએ ખોરાણા નજીક આવેલા સણોસરા ખાતે મેંદો બનાવવાની ફેકટરી શરૂ  કરી હતી. ધંધામાં ખોટ આવતા શૈલેષ બોરીયાએ પોતાના ભાગની ખોટ હાર્દિક પટેલે ભોગવવા ધાક ધમકીથી ફેકટરી હડપ કરી છેલ્લા એકાદ વર્ષથી હાર્દિક પટેલને ફેકટરી પર આવવા દીધો ન હતો.

હાર્દિક પટેલ પાસેથી વધુ પૈસા પડાવવા માટે શૈલેષ બોરીયાએ પ્લાન બનાવી બામણાસાગીરથી ગોંડલ ચોકડી ખાતે બોલાવ્યા બાદ છ બાઇક પર આવેલા ૧૨ જેટલા શખ્સોએ હાર્દિકને બળજબરીથી બાઇક પર બેસાડી રૈયા ચોકડી ખાતે લાવી કારમાં સણોસરા ખાતે લઇ જઇ તેના શરીરે ડિઝલ છાટી સળવવાની ધમકી દીધી હતી. ત્યાર બાદ બળજબરીથી ઝેરી દવા પીવવા અને ફાંસો દઇ મોતને ઘાટ ઉતારી બનાવને આત્મહત્યામાં ખપાવવાની ધમકી દઇ બામણાસાગીર ખાતેની તેની ખેતીની જમીન પડાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન હાર્દિક પટેલના પિતા વિનોદભાઇ પટેલે તાલાલા પોલીસને અપહરણ અંગેની ઘટનાની વિગત જણાવી પોતાના પુત્રનો જીવ જોખમમાં હોવાની રાવ કરતા તાલાલા પોલીસે રાજકોટ પોલીસનો સંપર્ક કરી બનાવની વાકેફ કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે આગવી કુન્હેથી પ્રથમ હાર્દિક પટેલનો જીવ બચાવી અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો. અને શૈલૈષ ભરવાડ સહિતના શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.