- વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
- ઇન્સ્ટાગ્રામ પર માહિતી પોસ્ટ કરી
ભારતીય ક્રિકેટને એક અઠવાડિયામાં બે મોટા આંચકાનો સામનો કરવો પડ્યો છે. રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમજ સોમવારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ માહિતી આપી. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં એવી ચર્ચા ચાલી રહી હતી કે કોહલીએ BCCIને તેની નિવૃત્તિ વિશે જાણ કરી હતી, પરંતુ BCCIએ તેને આગામી ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.
View this post on Instagram
વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડમાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આમાં કોહલીની પસંદગી લગભગ નિશ્ચિત હતી, પરંતુ ગયા વર્ષે T20 ને અલવિદા કહી દેનાર વિરાટે તેના મિત્ર રોહિત શર્માના પગલે ચાલ્યું અને ટેસ્ટમાંથી પણ ખસી ગયો. આ ઉપરાંત રોહિતે ગયા અઠવાડિયે જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.
વિરાટે શું કહ્યું?
ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા વિરાટે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને કેવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને આકાર આપ્યો અને મને એવા પાઠ શીખવ્યા જે હું જીવનભર મારી સાથે લઈ જઈશ… હું હંમેશા મારા ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ.”
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી :
વિરાટે ભારત માટે 123 ટેસ્ટ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તેણે 210 ઇનિંગ્સમાં 9230 રન બનાવ્યા. તેમજ તેમની સરેરાશ 46.85 હતી. તેમજ કોહલીના બેટે ટેસ્ટમાં 30 સદી અને 31 અડધી સદી ફટકારી હતી. વિરાટનો સર્વોચ્ચ સ્કોર અણનમ 254 રન હતો. કોહલીએ ગયા વર્ષના અંતમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાની છેલ્લી ટેસ્ટ સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ 20 જૂન 2011ના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે છેલ્લી મેચ બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25માં રમી હતી, જે 3 જાન્યુઆરી 2025ના રોજ સિડનીમાં રમાઈ હતી. તેમજ વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચની 210 ઇનિંગ્સમાં કુલ 9230 રન બનાવ્યા હતા. જેમાં કુલ 30 સદી અને 31 અડધી સદીનો સમાવેશ થાય છે, જેમાં સાત બેવડી સદીનો સમાવેશ થાય છે. તેમની સરેરાશ 46.85 રહી છે.