Abtak Media Google News

વિરાટની પાકિસ્તાન સામેની આક્રમક રમતથી ચોમેર પ્રશંસા : ટીમમાં આત્મવિશ્વાસનું પ્રમાણ વધ્યું

ટી 20 વિશ્વ કપમાં ભારતના પ્રદર્શનના કારણે ચોમેર પ્રશંસા થઈ રહી છે. એટલું જ નહીં ભારતીય અપનારો માં જે બદલાવ આવ્યો છે તેનું શ્રેય પણ વિરાટ કોહલી ની ઇનિંગ ને જાય છે જે અંગે ક્રિકેટ જગતના ખ્યાતના ભૂતપૂર્વક ખેલાડીઓ પણ વિરાટની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા ખેલાડીઓનું માનવું છે કે વિરાટ કોહલી નું િ2ં0 માં જે પ્રદર્શન જોવા મળી રહ્યું છે તેનાથી સમગ્ર ટીમ નો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો છે ત્યારે બીસીસીઆઈના નવનિયુક્ત પ્રેસિડેન્ટ રોજર બીનીએ પણ વિરાટ મિનિંગ ને બિરદાવી હતી અને તેમનું મનોબળ ઉંચું લાવવા માટે પ્રશંસા પણ કરી હતી.

ટી ટ્વેન્ટી વિશ્વ કપ પહેલા રોહિત અને વિરાટ વચ્ચે ખૂબ જ વાતો વિચારવી મત થયા હતા જેમાં તેને ટીમના કોચ રાહુલ દ્રવિડ ને જણાવ્યું હતું કે તેઓને રમવા માટે ફ્રીહેન્ડ આપવામાં આવે જેથી તે તેનો એટેકિંગ અપ્રોચ થી વિપક્ષીને ધ્વસ્ત કરી શકે જે અંગેની છૂટ મળતા જ વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેના મેચમાં એ સાબિત કરી બતાવ્યું હતું. ભારત પાકિસ્તાન સામે મેચ હારી જાય તેવી પરિસ્થિતિમાં આવી ગયું હતું તે બાદ વિરાટ કોહલીએ જે રીતે પોતાની રમત રમી તેમને વિજય અપાવ્યો તેનાથી માત્ર વિરાટનો જ નહીં પરંતુ ટોપ ઓર્ડર બેટ્સમેનો માં પણ એક ઉત્સાહ અને આત્મવિશ્વાસ નો સંચાર થયો હતો. આ અંગે વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે તે છગ્ગા મારવા કરતા સારા ગેપ શોધી બાઉન્ડ્રી ફટકારવામાં માહિર છે પરંતુ મીડલ ઓર્ડરમાં કેવી રીતે રનની ગતિ વધારવી એ દરેક ખેલાડીઓએ જાણવું જરૂરી છે અને તે મુજબ જ તેઓએ તેમનું પ્રદર્શન હાથ ધરવું જોઈએ. બીજું સૌથી મોટું કારણ ભારતીય ટીમના ટોપ ઓર્ડર માટે સારા ચીન સ્વરૂપ એ છે કે સૂર્યકુમાર યાદવ કે જે ચોથા ક્રમ ઉપર આવી સટાસટી બોલાવે છે તેના કારણે ઓપનિંગ બેટમેનો તેનો પૂરતો સમય લઈ શકે છે અને રણગતિને વધારવા માટે તેઓને સફળતા મળે છે.

ભારતીય ટીમના બેટ્સમેનોની સાથે બોલિંગ યુનિટ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યું છે જેનાથી સમગ્ર ટીમને ઘણો એવો ફાયદો પણ પહોંચ્યો છે. બીસીસીઆઈના  નવનિયુક્ત પ્રેસિડેન્ટ રોજર બિનિયે જણાવ્યું હતું કે પાકિસ્તાન સામેની વિરાટની ઇનિંગ જાણે સ્વપ્ન સાચું થયું હોય તે મુજબની છે. એ કોહલીને મેદાનમાં ઉપસ્થિત પ્રેક્ષકો જોવા માંગતા હતા તે જ કોહલી પોતાની રમત રમી પ્રેક્ષકોના દિલ પણ જીતી લીધા હતા. દુમા રોજર જણાવ્યું હતું કે વિરાટ કોહલીએ પોતાને પુરવાર કરવાનું ન હોય કારણ કે તે એક ક્લાસ પ્લેયર છે અને આ પ્રકારની કપરી પરિસ્થિતિમાં જ ખેલાડી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન બહાર લાવી શકે છે. ક્લોઝ નહીં તેઓએ નવી ટીમો કે જે પોતાનું સારું એવું પ્રદર્શન કરી રહ્યા છે તેમને પણ બિરદાવી હતી.

ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મેચ વરસાદના કારણે ધોવાતા બંને ટીમો માટે સેમીમાં પહોંચવું અઘરું બન્યું

હાલ ઓસ્ટ્રેલિયામાં વરસાદના કારણે અનેક મેચો માં કોઈ પરિણામ આવ્યા નથી અને મેચ ધોવાઈ ગયા છે ત્યારે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા વચ્ચેનો મેચ ધોવાઈ જતા બંને ટીમો માટે સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ જ કપરુ બન્યું છે. પેલા સમયનો મેચ ધોવાતા ઇંગ્લેન્ડ બીજા સ્થાન ઉપર આવી ગયું છે. પ્રથમ ક્રમ ઉપર ન્યૂઝીલેન્ડ ડે હાલ પોતાની દાવેદારી મજબૂત બનાવી છે. એન્ડ અને ઓસ્ટ્રેલિયાની વાત કરવામાં આવે તો આ બંને ટીમોએ પોતાના ત્રણ ત્રણ મેચ રમી લીધેલા છે અને હવે બાકી રહેતા બે મેચ તેઓને રમવાના રહેશે જ્યારે ન્યૂઝીલેન્ડ એ માત્ર હજુ બે મેચ જ રમ્યા છે અને તેની પાસે હજુ ત્રણ મેચ બાકી છે સામે લંકાની ટીમે પણ બે મેચ જ રમ્યા છે અને તેને પણ હજી પોતાના ત્રણ મેચ રમવાના બાકી છે ત્યારે ગ્રુપમાં પ્રથમ બે ટીમ જે હશે તે સેમી ફાઇનલમાં સીધો જ પ્રવેશ મેળવશે તે વાતને ધ્યાને લઈ હાલ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ માટે સેમીમાં પહોંચવા ના ચડાણ ખૂબ જ કપરા સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.