Abtak Media Google News

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી સહિતનાની ઉપસ્થિતિ રહેશે

રાજકોટના આંગણે જાણતા રાજા મહાનાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાનાટક આવતીકાલથી રેસકોર્સમાં શરૂ થઈ રહ્યું છે. જેના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાત સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલથી છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરિત્ર ઉપર આધારીત મહાનાટક જાણતા રાજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાનાટક રેસકોર્સ ખાતે યોજાનાર છે. જેમાં અધ્યક્ષ સ્થાનર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મૂખ્ય મહેમાન પદે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેવાના છે.

આ ઉપરાંત શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી,વાહન વ્યવહાર, નાગરિક ઉડયન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

અતિથિ વિશેષ તરીકે મેયર ડો. પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ઘડુક, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, જયેશભાઇ રાદડિયા, કુંવરજીભાઇ બાવળિયા, લાખાભાઈ સાગઠિયા, ગીતાબા જાડેજા, લલિતભાઈ કગથરા, જાવેદ પિરઝાદા, લલિતભાઈ વસોયા, ઋત્વિકભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહેશે.

જો કે આ મહાનાટકના આયોજનને લઈને તંત્રએ અંતિમ દિવસે દોડાદોડી કરી છે.મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે કે કેમ તે અંગે ગઈકાલ સુધી કોઈ જાણ ન હતી. ગઈકાલે સાંજના સમયે સીએમની ઉપસ્થિતીનું ક્ધફોર્મેશન મળતા તંત્રએ ગઈકાલે સાંજથી જ અતિથિઓને આમંત્રણ આપવાનું શરૂ કર્યું હતું.

વિશાળ મંચ, હાથી-ઘોડા-ઊંટ અને 20 જેટલી સ્પેશિયલ ઇફેક્ટ સહિતના અનેક આકર્ષણો

પરમ રાષ્ટ્રભક્ત, કુશળ રાજા અને યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન ચરીત્ર ઉપર આધારિત સૌથી દુલર્ભ અને રોમાંચિત મહાનાટક જાણતા રાજામાં 400 સ 400 ફૂટનું વિશાળ મંચ હશે. 3:14 કલાકનો આ અલૌકિક અનુભુવ રહેશે. જેમાં 3 કલાકનું અદભુત સંગીત પણ હશે. આ મહાનાટકમાં સ્ટેજ ઉપર હાથી, ઘોડા અને ઊંટનો ઉપયોગ કરાશે.

અંદાજે 250થી પણ વધુ કલાકારો આ મહાનાટકમાં કલાના કામણ પાથરશે. વધુમાં સ્ટેજને જીવંત બનાવવા માટે 20થી વધુ સ્પેશિયલ ઇફેક્ટસનો પણ ઉપયોગ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.