Abtak Media Google News

ઇડરના હાર્ટ ગણાતું દામોદર કોમ્પલેક્ષ હંમેશા ગંદકીની ફરિયાદ રહી છે.છેલ્લા ૩ વર્ષથી દેનાબેન્ક ની પાછળની ગલીમાં ગંદકીનો પાર નથી રહ્યો.દુકાનકારો ની કેટલીય ફરિયાદો હોવા છતાં તંત્ર સાંભળતું નથી. જવાનપુરા ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત માં ફરિયાદો કરી હોવા છતાં આજદિન સુધી કઈ જ કાર્યવાહી થઈ નથી.

આ રોડ પર ખુલ્લી ગટરો છે જેને આજદિન સુધી બંધ કરવામાં આવી નથી. ઉપરના રહેણાંક વિસ્તાર તથા હોસ્પિટલ માંથી વારંવાર ગટરોમાં પાણી ઉભરાય છે.એક બાજુ કોરોના ના કહેર વચ્ચે સરકાર ની સફાઈ ની મોટી મોટી વાતો ની અહીં પોલ ઉઘાડી થઈ રહી છે. આ ગલીના દુકાનદારો ની રજુઆત છે કે જલ્દી થી જલ્દી આ સમસ્યાનો ઉકેલ આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.