Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો અને તમામ સ્ટાફની સતત મહેનતના પરિણામે અત્યાર સુધી ૫૦૦થી વધુ મ્યુકરના સફળ ઓપરેશન કરી એક નવો જ કીર્તિમાન સ્થાપ્યો છે. ઇએનટી અને ન્યુરો સર્જન, તાળવાના સર્જન, રેસિડેન્ટ ડોકટર્સ અને નર્સ સહિતના સ્ટાફની સરાહનીય કામગીરીથી દર ૧૨ કલાકમાં સિવિલ હોસ્પિટલમાં ૨૦થી વધુ સફળ ઓપરેશન કરી દર્દીઓને બીમારીમાંથી મુક્તિ આપવામાં આવી રહી છે. ઓપરેશન બાદ હાલ ૩૦૦થી વધુ દર્દીઓ ઓબસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

ઇએનટી, ન્યુરો સર્જન, તાળવાના સર્જન, રેસિડેન્સી ડોકટર્સ અને નર્સ સહિતના સ્ટાફની સરાહનીય કામગીરી

૧૨ કલાકમાં તબીબોના સખ્ત પરિશ્રમથી હર રોજ ૨૦થી વધુ સફળ ઓપરેશન: ૩૦૦થી વધુ દર્દીઓ સમરસમાં ઓબસર્વેશન હેઠળ

1623645405734 રાજકોટ માટે ગૌરવની વાત છે કે તા. ૧૨ મી જૂને રાજકોટ સિવિલ દ્વારા છેલ્લા ૨ માસમાં કુલ મળી મ્યુકોર માયકોસીસના ૫૨૦ દર્દીઓની સર્જરી કરી એક નવો જ રેકોર્ડ સર્જ્યો હોવાનું અને સિવિલની હિસ્ટ્રીમાં આટલા ઓપરેશન્સ આટલા ટૂંકા ગાળામાં ક્યારેય પણ થયા નહી હોવાનુ ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રીએ જણાવ્યું હતું.

કોરોનાની બીજી લહેરના અંતમાં મ્યુકોર માયકોસીસના કેસની લહેર આવતા એક સાથે અનેક દર્દીઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર્થે આવતા અમારા માટે તેમને વહેલી તકે નિદાન, સારવાર અને સર્જરી કરવી એ ખુબ જ મોટી ચેલેન્જ હતી, પરંતુ સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને જરૂરી ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરી અમે આટલી મોટી સંખ્યામાં સફળતાપૂર્વક દર્દીઓની સારસંભાળ રાખી શક્યાનું ડો. સેજલ જણાવ્યું છે.

દર્દીઓની સર્જરી અને ટ્રીટમેન્ટ વિષે જણાવતા ડો. સેજલે કહ્યું હતું કે, મૉટે ભાગે મ્યુકોર માયકોસીસના દર્દીઓ ડાયાબિટીક દર્દીઓ તેમજ પોસ્ટ કોરોના દર્દીઓ હોઈ તેમની ઇમ્યુનીટી અને બીજા ફેક્ટર ધ્યાનમાં રાખી હાઈલી સ્કિલફુલ સર્જરી કરવી પડે છે. આ સર્જરી નાકમાં દૂરબીન નાખી કરવામાં આવતી હોઈ સર્જરી દરમ્યાન સાયનસના ભાગે ખુબ સાવચેતી રાખવી પડે છે. જેની સીધી અસર આંખ અને મગજના તાળવે થતી હોઈ છે.

1623645405709

રાજકોટ સિવિલના ઈ.એન.ટી. વિભાગમાં ૫ ઓપરેશન થિએટરમાં સવારના ૮:૩૦ થી રાત્રીના ૮:૩૦ દરમ્યાન ૧૨ કલાકમા રોજની ૨૦ જેટલી સર્જરી કરવામાં આવે છે. જેમાં ઈ.એન.ટી. ડોક્ટર્સ ડો. સેજલ, ડો. પરેશ ખાવડુ તેમજ ડો. સંદીપ વાછાણીની આગેવાનીમાં સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ, જરૂર મુજબ આંખના અને દાંતના ડોક્ટર્સ અને ખાસ તો એન્સ્થેટિકની ટીમનો ખુબ અગત્યનો રોલ હોઈ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા આ લખાઈ રહ્યું છે ત્યારે ૫૨૦થી પણ વધુ દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સાથે જરૂરિયાતમંદ ૩૦૦ થી વધુ દર્દીઓના સફળ ઓપરેશન બાદ તેઓને હાલ સમરસ હોસ્ટેલમાં ઓબસર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.

મ્યુકરના દર્દીઓને ડિસ્ચાર્જ બાદ પણ રૂ.૧૨ હજારની કિંમતની ટેબ્લેટ સિવિલ તરફથી આપવામાં આવે છે: તબીબી અધિક્ષક

રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના બાદની મહામારી મ્યુકર માયકોસીસમાં અત્યાર સુધી ૫૨૦થી પણ વધુ ઓપરેશન કરી એક કીર્તિમાન સ્થાપવામાં આવ્યો છે. તબીબો અને સ્ટાફની મહેનતથી આ કાર્ય સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું છે. તબીબો અને સ્ટાફ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તો પૂરતી તકેદારી રાખવામાં આવે છે. પરંતુ દર્દીના ડિસ્ચાર્જ થયા બાદ પણ તેમની સારવાર માટેની તકેદારીને ધ્યાનમાં રાખી મોંઘી ઘાટ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે.

મ્યુકર માયકોસીસમાં દાખલ દર્દીઓને ઓપરેશન બાદ સમરસ હોસ્ટેલમાં તબીબોની દેખરેખ હેઠળ ઓબસર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ દર્દીઓને ડિસ્ચાર્જ કર્યા બાદ તેમના માટેની અતિઆવશ્યક મેડિસિન પણ આપવામાં આવે છે. આ મેડિસિનની એક ટેબલેટની કિંમત રૂ.૬૦૦ છે એવી કુલ ૭ દિવસ માટે રૂ.૧૨,૬૦૦ની ૨૧ ટેબલેટ પણ દર્દીઓને આપવામાં આવે છે તેવું સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.