વિવાદનો મધપુડો ફરી છેડતી કીર્તિ પટેલ: સૌરાષ્ટ્રના યુવાન સાથે બબાલ કરે તે પહેલા જ ધરપકડ

જેનું નામ હંમેશા સોશિયલ મીડિયાના વિવાદ સાથે જોડાયલું હોય તેવી કીર્તિ પટેલ ફરી એક વાર  ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવીને વિવાદમાં આવી છે. તેણીએ ભેંસાણના યુવક જમન ભાયાણી વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરીને માર મારવાની ધમકી આપી હતી અને સોશિયલ મીડિયા મારફત તેણીએ સાથીદારોને ભેસાણ પહોચવાનું કહ્યુ હતું.

સોશિયલ મીડ્યામાં લોકોને ભેસાણ પહોંચવાનું કહ્યું બાદ કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ત્યારે કોઈ પણ માથાકૂટ થાય તે પહેલા જ કીર્તિ પટેલને પોલીસે  પકડી લીધી હતી. પોલીસે તમામની કરી ધરપકડ છે. સાથે જ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરીને બે કાર કબજે કરવામાં આવી છે.

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વધુ એક વખત પોલીસે ધરપકડ કરવામાં આવી છે. અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે કીર્તિ પટેલ સહિત બે લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો. ત્યારે આજે ગેરકાયદેસર મંડળી રચી ભેસાણ આવતા કીર્તિ પટેલ સહિત 10 સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.