Abtak Media Google News

આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે જેમાં કિસ ડે એ વેલેન્ટાઈન વીકનો સાતમો દિવસ છે. આ દિવસ 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે, કપલ એકબીજા પ્રત્યેના પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એકબીજાને કિસ કરે છે. કિસ કરવાથી માત્ર સુખ જ નહીં પણ સારું સ્વાસ્થ્ય પણ મળે છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે કિસ કરવાથી પ્રતિ મિનિટ 2 કેલરી બર્ન થાય છે. આ સિવાય કિસ કરતી વખતે મગજમાંથી આવા રસાયણો નીકળે છે, જે મગજને શાંત કરે છે, તાજગી આપવવામાં અને તણાવ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો ચાલો જાણીએ કિસ કરવાના ફાયદા:

બ્લડપ્રેશર ઘટાડે
જ્યારે કોઇ કપલ એક બીજાને કિસ કરે ત્યારે તેનું બ્લડ પ્રેશર ઘટે છે. એવુ કહેવાય છે કે, કિસ કરવાથી લોહીને નસોમાં ફરવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર પણ નીચે લાવે છે.

દાંતોના પોલાણ સામે રક્ષણ
કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી સામે રક્ષણ મળે છે.

સંતુષ્ટ હોર્મોન બહાર કાઢે છે
કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે.

કેલેરીનું દહન કરે છે
કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકસાનકારક તો ન જ કહેવાય.

આત્મ-સન્માનમાં વધારો કરે છે
દિવસની શરૃઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણે લોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે.

સ્નાયુને મજબૂત બનાવે છે
જુસ્સાભેર કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવ સુંદર બનાવે છે.

સુસંગત મૂલ્યાંકન
એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાય છે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.