Abtak Media Google News

રાજયભરમાં ઉતરાયણની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. પતંગની કાતીલ દોરીને કારણે થતાં પક્ષીઓના મૃત્યુને અટકાવવા સાંજે પ વાગ્યા પછી પતંગ ન ઉડાડવાની અપીલ લોકોને કરવામાં આવી હતી. પરંતુ જીવલેણ માંજાએ પક્ષીઓ જ નહી માનવીઓને પણ નથી  બક્ષ્યા મકરસંક્રાંતિમાં ગુજરાતના ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો તો ૫૯ લોકો ઘવાયા હતા. ચાઇનીઝ તુકકલ અને દોરી ઉપર પ્રતિબંધ છતાં કેટલાક ગામડાઓમાં નુકકલો ચગાવવામાં આવ્યા હતા.

મહેસાણાના પોલીસ અધિકારીએ જણાવ્યું કે આઠ વર્ષીય તેહજીબ ખાન નામના બાળકને પતંગનો દોરો ગળામાં વાગતા તેને સ્થાનીક સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. તેહજીબને સાયકલ ચલાવતી વખતે ગળામાં દોરો વાગ્યો હતો.અમદાવાદના ઢોલકામાં રહેતા ૪૫ વર્ષીય અશોક પંચાલ સાથે પણ તેહજીબ જેવું જ થયું અશોક મોટર સાઇકલ  ચલાવતી વખતે તેના ગળામાં પતંગની દોરી આવતા તેણે જીવ ગુમાવ્યો હતો.

રવિવારના રોજ આણંદ જીલ્લાના વિરેન્દ્રસિંહ ગરાસીયાને ડોકમાં પતંગ દોરીને કારણે ઇજા થઇ અને કથાના ગામની નજીકની હોસ્પિટલમાં સવિસ પ્રોવાઇડરે એક સ્ટેટમેનટમાં કહ્યું કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કુલ ૫૯ લોકો પતંગની દોરીથી ઘવાયા જો ૧૧૭ લોકો પતંગ ઉડાડતી વખતે અગાસી કે પગથીયાએથી સંકુલન ગુમાવતા ઘાયલ થયા હતા. ગુજરાતમાં ઉતરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવાનું મહત્વ છે.માટે રાજયભરમાં અનેક સ્થળોએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ પણ ઉજવવામાં આવે છે.ચાઇનીઝ તુકકલો ઉપર પ્રતિબંધ હોવાથી લોકોએ રાત્રે ફટાકડા ફોડીને ઉજવણી કરી ચાઇનીઝ દોરી ઉપર રોક છતાં કેટલાક ધાબાએ

પ્લાસ્ટીક જેવી ચીની દોરીની ફિરકીઓ દેખાઇ હતી. કેટલાક શહેરોમાં વિજ કશેનકશન બંધ રાખવામાં આવ્યા. તો લોકોએ જનરેટર અને બ્લુટુથ સ્પીકરોમાં  ગીતો વગાડી ધબધબાટી કરી હતી. આ વર્ષે પતંગોત્સવની મોજ માણવા વિદેશી સહેલાણીઓ પણ ગુજરાતમાં પહોંચી ચુકયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.