Abtak Media Google News

સાંધાના દુ:ખાવા ન થાય તે માટે નિયમિત એકસરસાઈઝ, એકિટવ લાઈફ સ્ટાઈલ, કેલ્શિયમ રીચ ફૂડ તેમજ તડકો પણ ખાવો જોઈએ

આજકાલ ૪૦થી મોટી ઉંમરથી વ્યકિતઓને સાંધાના દુ:ખાવા વધુપડતા થતા હોય છે. જે માટે તેની લાઈફસ્ટાઈલ, તેનો ખોરાક વગેરે કારણભૂત છે. સાંધાનો દુ:ખાવો ઘટાડવા કે ઓછો કરવા માટે ડો.વિવેક પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે અમુક ઉમરે સાંધાનો ઘસારો કુદરતી રીતે થતો હોય છે. જેમ વાળ સફેદ થવા ચામડી કરચલી વાળી થવી વગેરેની જેમ સાંધાનો ઘસારો અમુક ઉમરે થતો હોય છે. સાંધાના ઘસારો એ એજ રીલેટેડ દુ:ખાવો છે.

Knee

આપણા દેશમાં મોટાભાગના લોકોને આ દુ:ખાવો હોય છે. જેનું મુખ્ય કારણ લાઈફસ્ટાઈલ નીચે બેસીને વર્ક કરવું, નોન એકટીવ લાઈફ, વધુ પડતુ ઓફીસ વર્ક વગેરે કારણ જોવા મળે છે. જયારે ગોઠણનો વધુ પડતો દુ:ખાવો રહે ત્યારે ‘ની રીપ્લેસમેન્ટ’ કરાવવાની લોકો વિચારે છે. પરંતુ ગોઠણના દુ:ખાવામાં નિરીલેપ્સમેન્ટ એક માત્ર ઉપાય નથી જો દર્દીને ગોઠણના દુ:ખાવાની શરૂઆત થાય ત્યારથી તે યોગ્ય ખોરાક, નિયમિત કસરત વગેરે કરવાનું શરૂ કરે તો ગોઠણના દુ:ખાવામાં રાહત રહે છે.

સાંધા દુ:ખાવા માટે ચાર સ્ટેજ છે જેમાં પ્રથમ દુ:ખાવાની શરૂઆતમાં વ્યકિતએ નીચે ન બેસવુ, સીડી ચડઉતર ન કરવી, કેલ્શીયમ વાળો ખોરાક લેવો, કસરત, યોગા, સ્વીમીગ તેમજ તડકામાં વધુ નીકળવું જોઈએ જેથી વિટામીન ડીની ઉણપ ન વર્તાય.

જયારે દુ:ખાવો સેંકડ સ્ટેજમાં હોય ત્યારે ગોઠણ માટેના બ્રેસીસ આવે છે. જે ગોઠણની આજુબાજુ રાખવાથી સપોટ આપે છે. ત્યારબાદ ત્રીજા સ્ટેજમાં ઓર્થોસ્કોપી એટલે કે દુરબીન વડે જોઈન્ટની સારવાર કરવામાં આવે છે. ત્યારબાદ દુ:ખાવો સહન ન થઈ શકતો હોય ત્યારે ચોથા સ્ટેજમાં નિરીપ્લેસમેન્ટ કરવું પડે છે.

આમ ગોઠણના દુ:ખાવામાં નિરીપ્લેસમેન્ટ એક માત્ર ઉપાય નથી. દુ:ખાવાની શરૂઆતમાં જો દર્દી ધ્યાન રાખે તો નીરીપ્લેસમેન્ટ કરવું પડતુ નથી. અત્યારે માઈક્રોપ્લાસ્ટી એટલે કે અર્ધા ગોઠણને રીપ્લેસ કરવાની પ્રક્રિયા એસ્ટાબ્લીસ થઈ છે.

ડો. વિવેક પટેલ અમુક માન્યતાઓ ઉપર જણાવે છે કે ઘણા એવું માનતા હોય છે શિયાળામાં કે ચોમાસામાં ગોઠના ઓપરેશન ન કરાવવા જોઈએ પરંતુ તે પાછળનું એક માત્ર કારણ એ છે કે શિયાળામાં મોટી ઉમરના વ્યકિતઓને હાડકાની તકલીફ વધારે રહેતીહોય છે. અને સ્નાયુ જકડાટમાં આવી જતા હોય છે.જેથી એકસરસાઈઝ કરવી મુશ્કેલ બને છે. તેથી શિયાળામાં ઓપરેશન ન કરવાની સલાહ છે. આ ઉપરાંત ચોમાસામાં ભેજ વાળા વાતાવરણમાં ચેપી રોગનું પ્રમાણ વધુ હોવાથી આ ઓપરેશન ટાળવાની સલાહ આપે છે.

ગોઠણનું ઓપરેશન સરળ છે. આ ઓપરેશનમાં રૂતુ મેટલ કરતી નથી. જોઈન્ટના બે પ્રકાર છે. એક દેશી જોઈન્ટ અને બીજો વિદેશી જોઈન્ટ છે. દર્દીને ગોઠણના ઘસારા પ્રમાણે જોઈન્ટ પસંદ કરવામાં આવે છે. વિદેશી જોઈન્ટની ડીઝાઈન, મેટલ સારી હોય છે. ભવિષ્યમાં કોઈ ઈજા થાય તો ઈમ્પોટન્ટ જોઈન્ટમાં એમઆરઆઈ કરાવી શકાય છે. વિદેશી જોઈન્ટ ૧૨૦ ડીગ્રીવળી શકે છે. જે દેશી જોઈન્ટમાં નથી થતુ.

નિરીપ્લેસમેન્ટ બાદ કોઈ ખાસ કાળજી રાખવાની જરૂર રહેતી નથી. પરંતુ ઓપરેશન બાદ દર્દીએ ફીઝીયોથેરાપીમાં ખાસ ધ્યાન આપવું પડે છે. તેમજ નીચે બેસવાનું ટાળવું, સીડીચડઉતર ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓપરેશન બાદ બધુ ખાઈ પણ શકે છે. અંતમાં સાંધાના કે ગોઠણના દુ:ખાવાથી બચવા ડો. વિવેક પટેલ દરેક લોકોને સલાહ આપે છે કે, પહેલેથી જ દરેકે પોતાની લાઈફસ્ટાઈલ એકટીવ રાખવી, નિયમિત કસરત, સ્વીમીંગ, યોગા કરવા જે હાડકા અને મસલ્સને મજબુત રાખે છે. આ ઉપરાંત તડકામાં પણ બહાર નીકળવું જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.