Abtak Media Google News

મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે યોજાનારી પરીક્ષા નીટ પીજી નું આયોજન 11 સપ્ટેમ્બરે થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. તેમણે નીટ પરીક્ષામાં સામેલ થનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે. સોમવારે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નીટ યૂજીની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. આ વખતે નીટ પીજીની પરીક્ષા કોરોના મહામારી પ્રોટોકોલ પ્રમાણે આયોજીત કરવામાં આવશે. દર વર્ષે આ પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.

મનસુખ માંડવિયાએ મંગળવારે સાંજે ટ્વીટ કર્યુ- અમે નીટ પ્રોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાનું 11 સપ્ટેમ્બર 2021ના આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. બધા યુવા મેડિકલ એસ્પાયરેન્ટ્સને મારી શુભકામનાઓ પાઠવી હતી.

અગાઉ 18 એપ્રિલે કોવિડ મહામારીને કારણે નીટ-પીજી પરીક્ષાને પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે નીટ (પીજી) ની પરીક્ષા 12 સપ્ટેમ્બર 2021ના દેશભરમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરતા લેવાશે. આ દરમિયાન બધા ઉમેદવારોએ માસ્ક પહેરવું પડશે અને સામાજીક અંતર જાળવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.