રાજકોટમાં દિવાળીની રાત્રે ચાર સ્થળે છરીઓ ઊડી

રાજકોટમાં દિવાળીની રાતે ફટાકડા તો ઘણા ફૂટ્યા હતા પરંતુ તેની સાથે કાયદો અને વ્યવસ્થા કથડી હોય તેમ ચાર જેટલા સ્થળોએ છરી વડે હુમલાના બનાવો પોલીસ ચોપડે પ્રકાશમાં આવ્યા હતા જેમાં પ્રથમ બનાવવામાં મોરબી રોડ ઉપર છરી વડે બનાવ સામે આવ્યો હતો જેમાં મંત્રી રૈયાણીના કૌટુંબિક ભાઈ સહિત પાંચ લોકો ઉપર આવારા તત્વો એ હુમલો કર્યો હતો જે મામલે પોલીસે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

જ્યારે બીજા બનાવમાં લક્ષ્મી નગરમાં બે લાખની ઉઘરાણી મામલે મહિલા સહિત ચારે યુવાન પર છરી વડે હુમલો કરતા તેને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો જ્યારે ત્રીજા બનાવમાં નાના મવા રોડ પર સ્ત્રી મિત્રના પ્રશ્ન બે પક્ષ વચ્ચે છરી વડે ધીંગાણું ખેલાયું હતું જેમાં ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા.જ્યારે ચોથા બનાવમાં નિર્મલા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થતા મારામારીનો બનાવ સામે આવ્યો હતો.

મોરબી રોડ પર પાંચ લોકો પર ત્રણ આવારા તત્વોએ કર્યો છરી વડે હુમલો

રાજકોટમાં રાત્રીના આતંક મચાવનાર કરણભાઈ મેર , અર્જુનભાઈ મેર અને દેવશી ઉર્ફે દેવો દાદુકિયાએ મોરબી રોડ પર આવેલ જય જવાન જય કિશાન સોસાયટી નજીક ફટાકડાના સ્ટોલ ખાતે સ્વિફ્ટ કારનં.-GJ-11-CH-1378માં છરી સાથે ધસી આવ્યા હતા અને સ્ટોલધારક સાથે ગાળાગાળી કરી હતી અને ઝપાઝપી કરી ઢોર માર મારી તેના ફટાકડાના સ્ટોલમાંથી આશરે કિંમત રૂ.3000ના ફટાકડાની લુંટ મચાવી હતી અને નાસી ગયા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના હું ફટાકડાના સ્ટોલ ખાતે વેપાર કરતો હતો ત્યારે આશરે 10:40 વાગ્યાની આસપાસ એક સ્વિફ્ટ ડિઝાયર કાર નં.-ૠઉં-11-ઈઇં-1378 આવેલ અને અમાર સ્ટોલની બાજુમા ઊભી રહેલી અને તે કારમાંથી ત્રણ વ્યક્તિઓ કરણભાઈ મેર તથા અર્જુનભાઈ મેર અને દેવશી ઉર્ફે દેવો દાદુકિયા આવેલ કે જેઓએ એક છરી વડે મારા પર હુમલો કર્યો હતો અને ફટાકડાના સ્ટોલમાંથી ફટાકડાનું પોટલું બાંધી પોતાની કારમાં નાખી દીધેલું. જેથી મેં તેમને અટકાવતા મારી સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરી મને ઢીકાપાટુનો માર માર્યો હતો તે ઉપરાંત ત્યાં ફટાકડા ના સ્ટોર પર રહેલા અન્ય ચાર જેટલા લોકો પર પણ તેમને છરી વડે હુમલો કર્યો હતો જેમાં આ બનાવમાં વલ્લભભાઈ જશમતભાઈ રૈયાણી (ઉં.વ.52), વિકાસ લખમણભાઈ શાહ – (ઉં.વ.28), સુધમ મધુભાઈ (ઉં.વ.30), અર્જુન સુનિલભાઈ લાઠીગરા (ઉં.વ.26, રહે. બધા સેટેલાઈટ ચોક, મો2બી 2ોડ), મહેશ પાંચાભાઈ સડાવડા (ઉં.વ.40, 2હે. મોરબી રોડ)ને ઈજા પોહચી હતી.પોલીસે ત્રણય શખ્સો સામે ચાર ગુના નોંધી તેની અટકાયત કરી છે.

નાના મવા રોડ પર સ્ત્રીમિત્રના પ્રશ્ર્ને બે પક્ષ વચ્ચે છરી વડે ધીંગાણું ખેલાયું ,ત્રણ ઘવાયા

શહેરમાં નાના મોવા રોડ ઉપર સ્ત્રી મિત્રના પ્રશ્નને બે પક્ષો વચ્ચે છરી વડે ધીંગાણું ખેલાયું હતું જેમાં ત્રણ જેટલા લોકોને ઈજા પોહચી હતી બનનવાની જાણ પોલીસ ને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.જ્યારે નાના મવા રોડ પર રહેતા ઉમંગ ઈશ્વરભાઈ સોલંકી નામના ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિવાળીના દિવસે હું તથા મારા મોટા ભાઈ કમલેશ ઈશ્વરભાઈ સોલંકી બન્ને નાનામવા રોડ ઉપર હીરો શો રૂમની સામે આવેલ મારા ફઈના દીકરા રાજેશ વાઘેલાના ફટાકડાના સ્ટોલ ઉપર ફટાકડા લેવા ગયા હતા. ત્યારે મેહુલ વોરા તથા તેનો ભત્રીજો કુલદિપ વોરા બન્ને એક્ટીવામાં આવેલ અને મેહુલ મારી પાસે આવી મને કહ્યું કે, કેમ તે અગાઉ મારી દીકરી ઉર્વશી સાથે મિત્રતા રાખી હતી. આમ કહી મને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યો હતો. બાદમાં પોતાની પાસે રહેલી છરી કાઢી મારી પાછળ દોડતા હું મારા મોટાભાઇ કમલેશ પાસે જતો રહ્યો હતો. અત્યારે મારો ભાઈ કમલેશ વચ્ચે પડતા તેના પર પણ છરી વડે હુમલો કરાયો હતો અને સુનીલ નામના શખ્સે પણ લાકડી વડે હુમલો કર્યો હતો.અને ત્યાંથી ફરાર થયા હતા.

જ્યારે સામે ના પક્ષમાં મેહુલની પત્નીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,દિવાળીની રાત્રે મારા પતિ પોણા એક વાગ્યાની આસપાસ ઘરે આવ્યા હતા. ત્યારે તેઓને ગળાના ભાગે તેમજ માથામાં તથા ડાબા હાથમાંથી લોહી નીકળતું હોય આથી તેઓને પૂછ્યું હતું કે, તમને શું થયું છે ? જેથી મારા પતિએ મને કહ્યું કે, ઉદય સાથે ફટાકડા લેવા માટે નાનામાવા રોડ ઉપર હીરો શો-રૂમની સામે આવેલ સ્ટોલ ખાતે ફટાકડા લેવા માટે ગયા હતા અને અમે ફટાકડા લેતા હતા તે દરમિયાન મેઘમાયાનગરમા રહેતો ઉમંગ ઈશ્વરભાઇ સોલંકી ત્યાં આવ્યો હતો. મને કહેવા લાગ્યો કે, તારી દીકરી ઉર્વશી સાથે મને મિત્રતા રાખવાની કેમ ના પાડે છે ? તેમ કહી મારી સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. તેમજ જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા.અને ગાળો પડવાની ના પડતા તેને ઢીકાપાટુનો માર મારી મારા પર છરી વડે હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે બંનેની ફરિયાદ લઈ સામસામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લક્ષ્મીનગરમાં બે લાખની ઉઘરાણી મામલે મહિલા સહિત ચારે યુવાનને છરી ઝીંકી દીધી

લક્ષ્મીવાડી લક્ષ્મી પાર્ક બ્લોક નં. 11 માં રહેતાં મિત બીપીનભાઇ હરખાણી (ઉ.વ.22)ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે લક્ષ્મીવાડી મેઇન રોડ પર રહેતાં સુધીર બોરીચા, વિપુલ બોરીચા, જતીન બોરીચા અને જયશ્રીબેન બોરીચા વિરૂધ્ધ આઇપીસી ગુનો નોંધી તેની અટકાયત કરી છે. મીતે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે હું અને મારો મિત્ર રવિરાજસિંહ જાડેજા લક્ષ્મીવાડી મેઇન રોડ પરથી દિવાળીની રાતે દસેક વાગ્યે નીકળતાં મારા મોટા બાપુએ સુધીર બોરીચા પાસેથી અગાઉ 7 લાખ વ્યાજે લીધા હોઇ અને 5 લાખ આપી દીધા હોઇ બાકીના બે લાખની ઉઘરાણી બાબતે સુધીર બોરીચાએ મારી સાથે ઝઘડો ચાલુ કર્યો હતો. મિત્ર રવિરાજસિંહ વચ્ચે પડતાં તેને ગાળો દીધી હતી. એ પછી સુધીરે મને છરીના બે ઘા કમરની ડાબી બાજુએ મારી દીધા હતાં. વિપુલે ધોકાથી અને જતીને ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે જયશ્રીબેને છરીથી મને જમણા હાથમાં ઇજા પહોંચાડી હતી અને ચારેયએ મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.

નિર્મલા રોડ પર ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ બાખડિયા

શહેરના નિર્મલા રોડ પર આવેલ પારસ સોસાયટી પાસે સારસ્વત એપાર્ટમેન્ટ બ્લોક નં. બી-402 માં રહેતાં અને નોકરી કરતાં સંજયકુમાર યાદવ (ઉ.વ.45)ને દિવાળીની રાતે ફટાકડા ફોડવા મામલે પડોશી રૂપેશ અમૃતલાલ ફોફરીયાએ ઝઘડો કરી ઝપાઝપી કરી ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો જે બાદ પોલીસે તપાસ કરી તેમની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.