ભારતના રાષ્ટ્રપતિ ભવનના કિચન વિષે જાણો

president kitchen | abtakmedia
president kitchen | abtakmedia

ભારતના રાષ્ટ્રપતિ ભવનનું કિચન ફુલી એર કંડીશન્ડ અને આધુનિક સગવડતાઓથી સજ્જ છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા યોજાતા તમામ ઓફિશિયલ ફંક્શન્સ, બેંક્વેટ અને ભોજન માટે આ કિચનમાં જ રસોઈ બને છે. જાણો શું ખાસિયત છે ભારતના રાષ્ટ્રપતિ ભવનના કિચન અને ડાયનિંગ રૂમ્સની…

રાષ્ટ્રપતિ ભવનના બેસમેંટમાં મોજૂદ છે મેન કિચન અને ઊપરના ફલોર પર ડાયનિંગ અને બેંકવેટ હોલ છે.

એક હાઊસહોલ્ડ સેક્શન રાષ્ટ્રપતિની રોજિંદી જરૂરીયાતો અને સગવતાઓનું ધ્યાન રાખેછે. તેમા કિચન પણ સામેલ છે.

કિચનમા અંદાજીત ૩૨ લોકોની ટીમ કામ કરેછે.જેમા એક્ઝુકેટીવ શેફ સીવાય બેકર્સ અને હલવાયભી છે.

ઓફીશીયલ પ્રોગ્રામ માટે બનાવવામા આવતુ ભોજન સરકારી એજન્સીઓ દ્રારા સુરક્ષાની દ્ર્ષ્ટીએ ચેક કરવામા આવે છે.

રાષ્ટ્રપતિ ભવનના કિચનમા કેટલાય સેકશન છે જેમકે મેન કિચન,હલવાય,ટ્રેનિંગ એરિયા અને ગ્રોસરી સેકશન.

રાષ્ટ્રપતિ,તેમની ફેમેલી અને પર્સનલ ગેસ્ટ માટે રાષ્ટ્રપતિ ભવનમાં અલગથી એક ફેમેલિ કિચન છે.

રાષ્ટ્રપતિ ભવનના કિચનમા કામ કરનારા કુક કેટલાય દેશોની ડિસિઝ બનાવવામા નિષ્ણાંત હોય છે.

ગોશ્ત યખની,દાલ રાયસેની,કોફતા,આલુ બુખારી જેવી કેટલીય ડિશેઝ રાષ્ટ્રપતિ ભવનના કિચનની સ્પેશ્યાલિટ છે,

ભોજની ૬-૮ કલાક પહેલા ટેબલ ડેકોરેશન નુ કામ ચાલુ કરી દેવામા આવે છે.