રાજસ્થાન ના સૌથી સુંદર મ્યુઝિયમ વિશે

mehrangarh fort jodhpur | rajthan | abtakmedia
mehrangarh fort jodhpur | rajthan | abtakmedia

રાજસ્થાનના જોધપુર શહેરમાં આવેલો પાંચસો વર્ષ જૂનો પ્રાચીન અને સૌથી મોટો કિલ્લો છે.જે મેહરાનગઢ ના કિલ્લા તરીકે પ્ર્ખ્યાત છે. આ કિલ્લાને રાવ જોધા દ્વારા બનાવવામાં આવ્યો હતો અને ખાસ્સી ઉંચાઇ પર સ્થિત છે આ કિલ્લો. તેમાં સાત ગેટ છે.

પ્રત્યેક ગેટ રાજાના કોઇ યુદ્ધ જીતવાના સ્મારક તરીકે બનાવવામાં આવ્યો છે.કિલ્લાની અંદર મોતી મહેલ, શીસ મહેલ જેવા ભવનો ખૂબ જ સુંદરતાથી સજાવવામાં આવ્યા છે.ચામુંડા દેવી મંદિર છે. આ કિલ્લાનું મ્યુઝિયમ રાજસ્થાનનું સૌથી સુંદર મ્યુઝિયમ ગણાય છે. રાજસ્થાન પોતાના કિલ્લાઓ સિવાય સુંદર સરોવરો, નેશનલ પાર્ક અને રોયલ લાઇફસ્ટાઇલ માટે પણ પ્રખ્યાત છે.