- નાણામંત્રી નિર્મલા સીતારમણ શનીવારે કેન્દ્રીય બજેટ રજૂ કરશે: રેલવે, રસ્તા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોના રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરાય તેવી અપેક્ષા
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવાના છે. દેશભરના અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ નિષ્ણાતોને બજેટ 2025 થી ઘણી આશાઓ છે, જે માળખાગત સુવિધાઓ, કૃષિ, એમએસઇએમ અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોના ઝડપથી વિકાસમાં મદદ કરી શકે છે. આ વખતે બજેટમાં સરકાર રેલ્વે, રસ્તા અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં મૂડી ખર્ચમાં રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરે તેવી અપેક્ષા છે. કરદાતાઓ પણ આ વખતે નાણામંત્રી પાસેથી આવકવેરામાં રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. મધ્યમ વર્ગ અને પગારદાર વર્ગને નિર્મલા તાઈ પાસેથી મોટી અપેક્ષાઓ છે અને શક્ય છે કે 10 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત કરવામાં આવે. સામાન્ય બજેટમાં નવી અને જૂની કર વ્યવસ્થા, આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ, સ્વૈચ્છિક એમપીએસ યોગદાન સંબંધિત મોટી જાહેરાતો પણ કરી શકાય છે.
બજેટ 2025 આવકવેરા દર અને સ્લેબ નાણાકીય વર્ષ 2024-25 માટે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ નવીનતમ આવકવેરા સ્લેબ બજેટ 2024 માં જાહેર કરવામાં આવ્યા હતા. તે ધ્યાનમાં રાખીને નિષ્ણાતો આવકવેરા સ્લેબ અને દરોના વધુ તર્કસંગતની અપેક્ષા રાખે છે. ખાસ કરીને હાલમાં 30 ટકા ટેક્સ સ્લેબને 15 લાખ રૂપિયાને બદલે 20 લાખ રૂપિયાથી ઉપરના આવક સ્તર પર ખસેડવાની અપેક્ષા છે.
નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ માનક કપાત ગયા વર્ષે 50,000 થી વધારીને રૂ. 75,000 કરવામાં આવી હતી. નિષ્ણાતોનો મત છે કે નવી વ્યવસ્થામાં તે પ્રમાણભૂત કપાત ઓછામાં ઓછી રૂ. 1 લાખ સુધી વધારવી જોઈએ. તેમજ સરકાર નવી કર વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેથી જૂની આવકવેરા વ્યવસ્થા યથાવત રહી શકે છે. હાલમાં, નવી કર વ્યવસ્થા – 3 લાખની મૂળભૂત મુક્તિ મર્યાદા પ્રદાન કરે છે. એવી અપેક્ષાઓ છે કે આ મર્યાદા રૂ. 5 લાખ સુધી વધારી શકાય છે.
હાલમાં રૂ. 7 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા વ્યક્તિઓ સંપૂર્ણ કરવેરાની છૂટ માટે પાત્ર છે. આ નાણાકીય વર્ષમાં, તે મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવે તેવી અપેક્ષાઓ છે. નિષ્ણાતો બચતને પ્રોત્સાહન આપવા માટે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કલમ 80 સી મુક્તિનો સમાવેશ કરવાની હિમાયત કરે છે હાલમાં જુના આવકવેરા વ્યવસ્થા હેઠળ 1.5 લાખ સુધીની કલમ 80 સી મુકિત મર્યાદા ઉપલબ્ધ છે.
આ ઉપરાંત કર નિષ્ણાંતો માને છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ આપનાવવાને પ્રોત્સાહન આપવા માટે સરકારે તેને ઇઇઇ ઉત્પાદન બનાવવાનું વિચારવું જોઈએ. હાલના મેટ્રોપોલિટન વિસ્તારો સાથે અગ્રણી બે શહેરોનો સમાવેશ કરવા માટે ઘરભાડા ભથ્થા મુક્તિની ગણતરીમાં સુધારો કરવો જોઈએ. નિષ્ણાતો કહે છે કે હૈદરાબાદ, પૂણે, બેંગલોર, અમદાવાદ અને ગુડગાવ જેવા શહેરોમાં ઘર ભાડા ભથ્થા મુક્તિમાં વર્તમાન 40 ટકા થી 50 ટકા સુધીનો વધારો કરવાને પાત્ર છે.
વધતા આરોગ્ય સંભાળ ખર્ચ વચ્ચે આરોગ્ય વિમાના અંગે નિષ્ણાતો માને છે કે નાણામંત્રીએ નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ આરોગ્ય વીમા પ્રીમિયમ પર કલમ ડી મુક્તિને મંજૂરી આપવી જોઈએ. તેમજ ચેરીટીના પ્રથમ આપવા અને બેંકોમાં બચતને પ્રોત્સાહન કરવાના હેતુથી સરકારે નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કલમ 80 જી અને 80 ટીટીએ લાભોને મંજૂરી આપવી જોઈએ.
કર નિષ્ણાંતો કહે છે કે સરકાર મિલકત ખરીદનાઓ માટે કર લાભો વધારી શકે છે. આવા લાભોમાં હાઉસિંગ લોનના વ્યાજ દર અથવા મુદ્દલ ચુકવણી પર વધુ કપાસનો સમાવેશ થઈ શકે છે. હાલમાં વ્યક્તિઓ વાર્ષિક રૂ 2 લાખ સુધીની ઘરની મિલકતમાંથી થતી આવક હેઠળ નુકસાન નોંધાવો કરી શકે છે જે દર વર્ષે ત્રણ લાખ સુધી વધારી શકાય છે.