Abtak Media Google News

તરબૂચના બીજમાં એન્ટી ઓફિસડેન્ટ, મેગ્નેશીયમ જેવા તત્વો હોવાથી હૃદય માટે, બી.પી.ને કંટ્રોલમા રાખવા તેમજ કરચલીની સમસ્યા માટે ઉપયોગી

ઉનાળાની સીઝર શરૂ થઇ ચૂકી છે બપોરે તો ધોમધમતો તાપ લોકો સહન કરી રહ્યા છે ત્યારે ઉનાળાના આગમનની સાથોસાથ ઉનાળુ ફળો તરબૂચ દ્રાશનુ પણ બજારમાં ધૂમ વેચાણ થઇ રહ્યું છે. સીઝનેબલ ફળો ખાવા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ત્યારે ઉનાળામાં આવતા તરબૂચ, દ્રાક્ષ વગેરે ફ્રૂટો શરીરને ખૂબ ઠંકડ આપે છે તરબૂચમા પુષ્કળ માત્રામા પાણી છે તેના સેવનથી શરીરની ઘણી બધી સમસ્યાઓ હલ થઇ જાય છે. ઉનાળાના ધોમધખતા તાપમાથી આવીને તરબૂચ અનુભવ થાય છે.

પરંતુ તરબૂચ ખાતી વેળાએ અમુક લોકોને તેના બી નડતરરૂપ બને છે અને બધા બી સાઇડમા કાઢી લે છે પરંતુ આ તરબૂચના બી ખાવા માટે જેટલા નડતરરૂપ છે તેના કરતા શરીર માટે વધારે ફાયદાકારક છે.

તરબૂચના બી વજન ઘટાડવામાં મદદરૂપ છે. તેમાં ખૂબ ઓછી કેલેરી છે, આ ઉપરાંત આ બીજમાં એન્ટી ઓકિસડેન્ટ હોય છે જે કરચલીની સમસ્યાને રોકવા ઉપયોગી છે. તરબૂચના બીજમાં મોટા પ્રમાણમા મેગ્નેશિયમ હોય છે જે હૃદય માટે ખૂબ ફાયદાકારક છે બ્લડપ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. તરબૂચના બીજમાં માઇકો ન્યુટ્રિએન્ટ્સ, આયર્ન, ઝીંક, પ્રોટીન, ફાઇબર વગેરે તત્વો રહેલા છે. તરબૂચમાં કાળા અને સફેદ એમ બે જાતના બી જોવા મળે છે જે પાકવાના કારણે અલગ દેખાય છે પરંતુ ખાવામાં બંને સેફ છે.

બપોરે જમ્યા પહેલા કે જન્મા પછી તરબૂચની ડિશ ખાય શકાય છે આ ઉપરાંત બપોરના ચાર-પાંચ વાગ્યાના અરસામાં પણ તરબૂચ ખાવુ વધુ સારુ ગણાય છે. ઘાણા લોકો રાત્રે જમ્યા પછી તરબૂચ ખાતા હોય છે પરંતુ નિષ્ણાંતોના મત મુજબ રાત્રીના સમયે તરબૂચ ખાવાની કફની સમસ્યા અનુભવી શકે છે કાળા મરીનો પાવડર છાંટી તરબૂચ ખાવુ ખુબ લાભદાયી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.