ભારતના પહેલા મહિલા IPS અધિકારી કિરણ બેદીની જાણો પ્રેરણાદાયક કહાની

કિરણ બેદી નો જન્મ 9 જૂન 1949 ના પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રકાશ લાલ પેશાવરીયા અને પ્રેમ લતાના બીજા સંતાન હતા. કિરણ બેદી 9 વર્ષના હતા ત્યારથી ટેનિસ રમતા હતા. ટેનિસમાં ઘણા એવોર્ડ જીતીને તેવો ઓલ એશિયન ટેનિસ ચેમ્પિયનશિપ અને એશિયન લેડીઝ ટાઇટલ વિજેતા રહી ચૂક્યા છે.

 

તેઓએ 1968માં અમૃતસરની ગવર્મેન્ટ મહિલા કોલેજ માંથી અંગ્રેજીમાં બી.એ. કર્યું. 1970માં રાજનીતિ વિજ્ઞાનમાં તેમણે એમ.એ. અને કાનૂનની સ્નાતક થઈને તેઓ આઇ.આઇ.ટી દિલ્લી માંથી ડોક્ટરેટની ડિગ્રી પણ લઈ ચૂક્યા છે. 1972માં બ્રિજ બેદી સાથે લગ્ન કર્યાં હતાં. ત્રણ વર્ષ પછી કિરણ બેદીએ એક પુત્રીને જન્મ જુલાઈઆપ્યો, તેનું નામ સાઇના છે.

કિરણ બેદી બે વર્ષ માટે અમૃતસરની ખાલસા મહિલા કોલેજમાં લેક્ચરર રહ્યા. જુલાઈ 1972 માં સિવિલ સેવાની પરીક્ષા પાસ કરીને આઈપીએસ અધિકારી બની ગયા. તેઓ સિવિલ સેવામાં દાખલ થવાવાળા ભારતના પહેલા મહિલા બની ગયા. તેમણે મિઝોરમમાં પોલીસના ડીઆઈજી, ચંદીગઢના ઉપરાજ્યપાલના સલાહકાર, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક, દિલ્લી ટ્રાફિક પોલીસના પ્રમુખ અને સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાન માટે નાગરિક પોલીસ સલાહકાર ના રૂપમાં કાર્ય કર્યું. આઇપીએસ થઈને તેમણે ઘણા મહત્વપૂર્ણ કામ કર્યા. તે ક્રેન બેદીના નામથી પણ ઓળખાય છે, કારણકે જ્યારે તેઓ દિલ્હીમાં ટ્રાફિક માં ઉચ્ચ પદ અધિકારી હતા ત્યારે તેમણે ત્યારના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની કારને ક્રેન થી ઉપડાવી લીધી હતી અને પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરવાથી દંડ પણ ભરાવ્યો હતો.

કિરણ બેદી જેલ પ્રશાસનમાં પણ મહત્વપૂર્ણ સુધારો કરવા માટે જાણીતા છે. તેમણે કેદીઓના કલ્યાણ માટે તિહાડ જેલ માં ઘણા સારા સુધારા કર્યા, જેના પરિણામે તેમને રમન મેગ્સેસે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. કિરણ બેદી અન્ય પોલીસ અધિકારીઓ ની સાથે મળીને નશા કરવાવાળા કેદીઓને સુધારવા માટે નશા મુક્તિ અભિયાન ચલાવ્યું અને મહિલા સશક્તિકરણ માટે પણ કામ કર્યું. 25 ડિસેમ્બર 2007ના કિરણ બેદીએ સ્વેચ્છાથી પોલીસ સેવાઓ માંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય  કર્યો અને ભારત સરકારે તેને અનુમતિ દીધી.

ઓગસ્ટ 2011માં કિરણ બેદી ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનનાં આંદોલનનાં એક મુખ્ય સભ્ય રહી ચૂક્યા છે. તેમણે અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલની સાથે મળીને જન લોકપાલ માટે આંદોલન કર્યું હતું. પરંતુ જ્યારે અરવિંદ કેજરીવાલે નવી પાર્ટી બનાવવાનું એલાન કર્યું, ત્યારે તે તેનાથી અલગ થઈ ગઈ. 15 જાન્યુઆરી 2015માં ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય વિત્ત મંત્રી અરુણ જેટલી ની ઉપસ્થિતિમાં કિરણ બેદીને પાર્ટીમાં સામેલ કર્યા. 29 મે 2016 થી 2021સુધી તેઓ પોંડીચેરીના ઉપરાજ્યપાલ બન્યા.આમ ભારતના પહેલા મહિલા આઇપીએસ અધિકારી કિરણ બેદીએ દેશહિતના કાર્યોમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે.

કિરણ બેદીને મળેલ પુરષ્કાર

1979 માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ વીરતા પુરસ્કાર

1981 માં વુમન ઓફ ધ યર એવોર્ડ નેશનલ સોલીડેરિતી વિકલી, ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યો

1991 માં ડ્રગ પ્રિવેંશન એન્ડ કંટ્રોલ ફોર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ ગુડ ટેમ્પલર (IOGT), નોર્વે દ્વારા એશિયા રિઝન એવોર્ડ

1992 માં આંતરરાષ્ટ્રીય મહિલા પુરસ્કાર

1994માં રેમન મેગ્સેસે પુરસ્કાર ફાઉન્ડેશન દ્વારા મેગ્સેસે પુરસ્કાર

1995 માં ડોન બોસ્કો શ્રાઇન ઓફિસ, બોમ્બે ઇન્ડિયા દ્વારા મહિલા શિરોમણી એવોર્ડ, ફાધર માકિસ્મો હ્યુમૈનીટેરિયન એવોર્ડ અને લાયન ઓફ ધ યર

1999 માં પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ ઓફ ઇન્ડિયન ઓરીજન (AFMI) એ આપ્યો

2002માં વુમેન ઓફ ધ યર એવોર્ડ, બ્લુ ડ્રોપ ગ્રુપ મેનેજમેન્ટ, કલ્ચરલ એન્ડ આર્ટિસ્ટિક એસોસિએશન, ઇટલી દ્વારા

2004 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંયુક્ત રાષ્ટ્ર પદ્ક

2005 માં હાર્મની ફાઉન્ડેશન દ્વારા સામાજિક ન્યાય માટે મધર ટેરેસા પુરસ્કાર

2007 માં સૂર્યદત્ત ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા સૂર્યદત્ત રાષ્ટ્રીય પુરસ્કાર

2009માં આજતક દ્વારા મહિલા એક્સેલન્સ એવોર્ડ્સ

2010માં તરુણ ક્રાંતિ પુરસ્કાર

2011માં તરુણ પુરસ્કાર પરિષદ દ્વારા મહિલા સશક્તિકરણ શ્રેણીમાં

2011માં ભારતીય યોજના અને પ્રબંધન સંસ્થાન દ્વારા ભારતીય માનવ વિકાસ પુરસ્કાર

2013 માં રાય વિશ્વવિદ્યાલય દ્વારા ડોક્ટર ઓફ પબ્લિક સર્વિસ ની માનદ ઉપાધિ