Abtak Media Google News

દુનિયાની ઘણી વાતો આપણને ખબર હોતી નથી. આપણાં શરીર, મગજનાં પણ ઘણા રહસ્યો આપણને ખબર હોતી નથી. દુનિયામાં સૌથી નાનું મોટું કે આકાશ, જમીન, જંગલોની ઘણી વાતો આપણને ખબર જ નથી હોતી. આ નોલેજ કોર્નરના માઘ્યમથી આજે ચિત્ર-વિચિત્ર વાતો સાથે દુનિયાના રોચક તથ્યોની માહિતી ટુંકમાં આપીને તમારા જ્ઞાનમાં વધારો કરવો છે. આ પૃથ્વી પર એવું ઘણું બધું છે જેની ઉપર આપણે કયારેય નજર કરી નથી, તો ચાલો બે કે ત્રણ લાઇનમાં જ કેટલીક જાણી-અજાણી વાતો અને નોખી-અનોખી વાતો.

 

  • નીલ આમસ્ટ્રોંગે એ ચંદ્ર પર સૌ પ્રથમ પોતાનો ડાબો પગ મૂકયો હતો અને તે સમયે તેના હ્રદયના ધબકારા પ્રતિમિનિટ 156ની ગતિએ ધબકતા હતા.
  • માર્ક ઝુકર બર્ગ, સ્ટીવ જોબ્સ અને બીલગેટસ આ બધામાં કોમન વાત એ છે કે આ ત્રણમાંથી એકેય પાસે કોલેજની ડિગ્રી નથી.
  • આપણા મનપસંદ ‘વોટસ એપ’ નો ઉ5યોગ વિશ્ર્વની પ3 ભાષામાં કરી શકીએ છીએ સાથે દુનિયાના કોઇપણ છેડે મફત વિડીયો કે ઓડીયો કોલ કરી શકીએ છીએ.
  • આજથી 160 વર્ષ પહેલા ર6મી ફેબ્રુઆરી 1411 ના રોજ અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી. અમદાવાદની 6 સદીના ઇતિહાસમાં મુગલ, મરાઠા, અંગ્રેજ અને હવે ભારત સરકારનું શાસન ચાલે છે.
  •  આપણાં રાજસ્થાન રાજય કરતાં ફ્રાન્સ દેશનું ક્ષેત્રફળ નાનું છે, અને આ દેશમાં જ ‘એપ્રિલ ફૂલ ડે’ ની શરુઆત થઇ હતી.
  •  મહારાણા પ્રતાપનો ભાલો 81 કિલોનો છાતીનું કવચ 7ર કિલોનું હતું. ભાલો, કવચ, ઢાલ અને સાથે બે તલવારનું વજન સાથે કુલ 208 કિલો વજન થતું હતું.
  •  દુનિયામાં તમારા જેવા જ દેખાતા ઓછામાં ઓછા 6 લોકો હોય છે જેને મળવાનો ચાન્સ 9 ટકા જ હોય છે.
  •  ‘અમુલ’ નું આખું નામ ‘આણંંદ મિલ્ક યુનિયન લિમિટેડ’ છે.
  • આપણાં શરીરમાં સૌથી પાતળી ચામડી આપણી ‘આંત’ ની હોય છે જે 0.2 થી 0.5 એમ.એમ. હોય.
  • ઉનાળામાં આવતી કેરી ફળોનો રાજા કહેવાય છે, તેનું આજથી પ000 વર્ષ પહેલા સૌથી પહેલા ભારતમાં વાવેતર થયું હતું.
  • નાના બાળકનું વધુ સુવાનું કારણ એ છે કે તેમનું મગજ શરીર દ્વારા બનાવેલ પ0 ટકા ગ્લુકોસ ઉપયોગ કરી લે છે.
  • માઉન્ટ એવરેસ્ટ પર આજે પણ ર00 થી વધારે શબ પડેલા છે.
  • કોકીન ડ્રગ્સની લત લાગી હોય એવા લોકોનું હ્રદય શરીરમાંથી બહાર કાઢયા બાદ પણ રપ મિનિટ ધબકતું રહે છે.
  • લગભગ 17મી શતાબ્દી સુધી આપણો દેશ ભારત દુનિયાનો સૌથી અમીર દેશ હતો.
  • તમને જાણીને નવાઇ લાગશે કે દર વર્ષે લગભગ 1 લાખ પ્રાણીઓ પ્લાસ્ટિક બેગ ખાય જવાથી મૃત્યું પામે છે.
  • માણસ કરતાં સુંઘવાની શક્તિ શ્ર્વાનમાં 5 ગણી વધારે હોય છે.
  • વિશ્વમાં સૌથી વધુ શાકાહારી આપણાં દેશ ભારતમાં છે.
  • વાદળ પ્રતિ સેક્ધડ 146 ફૂટ ઝડપે ચાલે છે એટલે કે આ વાદળને મુંબઇથી દિલ્હી પહોંચતા 9 કલાક લાગે છે.
  • અત્યાર સુધી માત્ર 12 માણસો જ ચંદ્ર પર ગયા છે અને છેલ્લા 42 વર્ષથી ચાંદ પર કોઇ ગયું જ નથી.
  • સિંહની ગર્જનાને 8 કિ.મી. દૂરથી પણ સાંભળી શકાય છે.
  • વિશ્વના એક તૃતીયાંશ હિરા એકલા સુરતમાં જ પોલીશ થાય છે.
  • માઇક્રોસોફ્ટમાં 34 ટકા અને અમેરીકામાં 38 ટકા ડોક્ટર આપણાં દેશ ભારતના છે અર્થાત ભારતીય છે.
  • ટાઇમ મેગેઝીનનું આખુ નામ ‘ધ ઇન્ટરનેશનલ મેગેઝીન ઓફ ઇવેન્ટ’ છે.
  • દુનિયાના 70 ટકા મસાલા આપણાં દેશ ભારતમાં બને છે.
  • વિશ્વમાં સૌથી મોટુ જહાજ ભાંગવા માટેનું યાર્ડ ગુજરાતના ભાવનગર નજીક ‘અલંગ’માં છે.
  • સૌથી વધારે એવોર્ડ જીતવાવાળી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ના નામે છે તેને 92 એવોર્ડ મળ્યા હતા.
  • આપણું ગુજરાત ભારતમાં દૂધનું સૌથી મોટુ ઉત્પાદક છે.
  • કોહિનુર હીરો ભારતની ગોલકુંડા ખાણમાંથી કાઢવામાં આવેલ હતો. આંધ્રપ્રદેશની આ ખાણ દુનિયાની સૌથી પ્રાચીન ખાણ છે.
  • દુનિયામાં સૌથી વધારે સોનું દક્ષિણ આફ્રિકામાં પ્રાપ્ત થાય છે.
  • શ્રીલંકામાં એકમાત્ર હવાઇ મથક કોલંબોમાં છે, વિશ્ર્વની સૌથી પહેલી મહિલા પ્રધાનમંત્રી ભંડાર નાયક જે શ્રીલંકાથી જ હતા.
  • ભગવદ્ ગીતાનું પહેલું અંગ્રેજીમાં રૂપાંતર 1785માં ચાર્લ્સ વિલ્કિસએ લંડનમાં કરેલ હતું.
  • સૌથી લાંબો સાપ ‘પાઇથન રેટિફૂલટેસ’ છે જેની લંબાઇ 30 ફૂટ જેટલી હોય છે.
  • સોનાનો સૌ પ્રથમ ટુકડો 5 ફેબ્રુઆરી 1869માં ઓસ્ટ્રેલિયામાં મળ્યો હતો. 69 કિલોના આ ટુકડો જમીનની 2 ફૂટ નીચેથી જ મળ્યો હતો.
  •  સૌથી પહેલા એટીએમ મશીન 27 જૂન 1967માં લંડનની બાર્કલેજ બેંકમાં મુકવામાં આવ્યા હતા.
  • ઓડિશાના પૂરીમાં આવેલ જગન્નાથ મંદિરનો ધ્વજ હવાથી વિપરીત દિશામાં ફરકે છે.
  •  ‘શોલે’ ફિલ્મનો ડાયલોગ ‘કિતને આદમી થે’ 40 વાર રીટેક થયા બાદ ઓકે થયો હતો.
  • સાઉદી અરેબીયા વિશ્ર્વનો એકમાત્ર દેશ છે જ્યાં એકપણ નદી નથી.
  • મનુષ્યનું લોહી 21 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.
  • રવિવારની 2જી ઇ.સ.1843માં શરૂ થઇ હતી.
  • વિશ્વમાં સોનું ખરીદ કરવામાં ભારતીયો સૌથી આગળ છે. સોનુએ ભારતીય સંસ્કૃતિનો મુખ્ય ભાગ છે.
  •  ઇઝરાયલ દેશમાં દર 100માંથી 90 ઘરો સોલાર ઉર્જાનો વપરાશ કરે છે.
  • વિશ્વમાં સૌથી વધુ રોજગાર ભારતીય રેલ્વે આપે છે. જેમાં 16 લાખ લોકો કામ કરે છે.
  • વીંછી જીવનમાં માત્ર એક જ વાર બચ્ચાને જન્મ આપે છે અને પછી તરત જ મરી જાય છે.
  • દુનિયાની સૌથી મોટી ‘ચાયના’ દિવાલ નિર્માણમાં 10 લાખથી વધુ મજૂરોના મૃત્યુ થયા હતા.
  •  શુક્રગ્રહ પરનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ કરતાં પણ મોટો છે.
  •  માણસના મગજનું વજન લગભગ 1.4 કિલો હોય છે.
  • વિશ્વની સૌથી મોટી પ્રતિમામાં 10માંથી 8 પ્રતિમા ભગવાન બુધ્ધની છે.
  • આપણી આંખ એક નેચરલ કેમેરો છે અને તે 576 મેગા પિક્સલ છે.
  •  વિશ્વની સૌથી મોંઘી ફિલ્મ ‘પાઇરેટ્સ ઓફ કેરેબિયન’ છે જેનો ખર્ચ 27 અબજ રૂપિયા થયો હતો.
  •  ગુગલ કંપનીનો કોઇ કર્મચારી મૃત્યુ થાય તો તેની પત્નીને 10 વર્ષ સુધી અડધો પગાર મળે અને તેના બાળકને 19 વર્ષનો ન થાય ત્યાં સુધી દર માસે એક હજાર ડોલર અપાય છે.
  •  જંગલમાં લડવા માટે ભારતીય સેના વિશ્ર્વમાં નંબર વન છે. અમેરિકા-રશિયા અને બ્રિટેન દેશની સેના અહિ તાલિમ લેવા આવે છે.
  •  દુનિયામાં સૌથી ઝડપી ઇન્ટરનેટ સાઉથ કોરીયામાં આવે છે. જેની સ્પીડ 33.5 એમબીપીએસ છે.
  •  વાર્ષિક આવક પર આધારિત સુરત ભારતમાં સૌથી ધનવાન શહેર ગણાય છે.
  •  ગાંધીનગર સમગ્ર એશિયામાં સૌથી હરિયાળું પાટનગર ગણાય છે.
  •  ભારતનું સૌથી પ્રથમ એરપોર્ટ મુંબઇનું જુહુ એરપોર્ટ છે.
  •  ભારત 90 દેશોને સોફ્ટવેર વેચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.