Abtak Media Google News

ભારતની જન્મકુંડળીમાં પ્રથમ સ્થાનેથી પસાર થઇ રહેલા મંગળ મહારાજે નવા અંદાઝથી કૌશલ્યવાન ખેલાડી આપવાનું શરુ કર્યું છે અને ક્રિકેટમાં શુભમન ગિલ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. સાથે સાથે ભારતે સેનાનું બળ વધારવાનો નીર્ધાર કર્યો છે. જે લગ્નેથી પસાર થઇ રહેલા મંગળને અનુકૂળ છે. શનિ મહારાજ ભારતની કુંડળીમાં થી દશમેથી પસાર થઇ રહ્યા છે જે ભારતની વિશ્વમાં સક્રિયતા દર્શાવી રહ્યા છે અને વર્ષ ૨૦૨૩ માં ભારત ઘણા નવા આયામો સર કરશે તેમાં શંકા ને સ્થાન નથી

આજરોજ ૩.૨.૨૦૨૩ અને શુક્રવાર છે. શુક્રવારે જન્મેલા મિત્રો કલામાં રુચિ રાખતા હોય છે અને જીવનને પૂરું માણી લેવાની નેમ રાખતા હોય છે. શુક્રવારે જન્મેલા મિત્રોમાં જન્મજાત બ્યુટીસેન્સ હોય છે તેમને ફેશનની સારું જ્ઞાન હોય છે તથા સમય પ્રમાણે ચાલી શકે છે નવા નવા ગેઝેટ્સનું તેમને આકર્ષણ હોય છે અને તેઓ બધી ઈચ્છાપૂર્તિ માટે સારું એવું ધન કમાય છે.શુક્રવારે જન્મેલા લોકો પર લક્ષ્મીજીની કૃપા હોય છે. વળી આ લોકોનું વ્યક્તિત્વ આકર્ષક હોય છે.

શુક્રવારે જન્મેલા મિત્રો આસાનીથી મિત્રો બનાવી શકે છે અને નવી જગ્યાએ પણ પોતાનું સ્થાન સુનિશ્ચિત કરે છે. શુક્રવારે જન્મેલા લોકો રાજસિક વિચારના હોય છે અને અધ્યાત્મમાં ઊંડા જવામાં તેમને તકલીફ પડે છે. તથા માયાના બંધનોમાં તેમને વધુ મજા આવતી જોવા મળે છે. વળી તેઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવાનું વધુ પસંદ કરે છે તથા વિજાતીય વ્યક્તિ સાથે સારી મિત્રતા રાખી શકે છે. સંગીત, નૃત્ય, ચિત્રકલા, અભિનય, ફેશન, સીને જગત વિગેરેમાં તેમને સારી સફળતા મળે છે.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.