Abtak Media Google News

ચૂંટણી નજીક આવતા વિવિધ પાર્ટીના લોકો જનતા માટે અવનવી યોજનો, જાહેરાતો કરતા હોઈ છે. શિક્ષણ,રોજગાર,રોજગારી ભથ્થા અંગે ગેરંટી આપતા હોય છે.અમરી સરકાર જીતશે તો અમે જનતા માટે આ કામ કરશું..પેલું કામ કરશું વગેરે જેવા વાયદાઓ કરતા હોય છે.ત્યારે કોંગ્રેસે પણ માછીમારો માટે એક મોટી જાહેરાત કરી છે.

જગદીશ ઠાકોર અને અર્જુન મોઢવાડિયાની કરેલી જાહેરાત મુજબ 32 વિધાનસભા સીટ પર માછીમારી સમાજનો મોટો રોલ રહ્યો છે.તેથી બોટ માલિકોને વાર્ષિક ૩6 હજાર લીટર સેલ્સટેક્ષ મુક્ત ડીઝલ આપવામાં આવશે.નાની ફાઈબરબોટ – પીલાણાને કેરોસીનને બદલે પેટ્રોલ વાપરવાની મંજુરી અને વાર્ષિક 4000 લીટર સેલ્સટેક્ષ મુક્ત પેટ્રોલ તથા જૂની પેન્ડિંગ સબ્સિડીઓની ચુકવણી કરવામાં આવશે.

પાકિસ્તાનના કબજામાં રહેલી બોટના માલિકોને નવી બોટ બાંધવા માટે રૂ. 50 લાખનું આર્થિક પેકજ આપવામાં આવશે.પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને છોડાવવા ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે.પરિવારને રૂ. ૩ લાખનું પેકેજ અને જ્યાં સુધી પાકિસ્તાનના કબજામાં રહે ત્યાં સુધી રોજના રૂ.400ની કુટુંબીજનોને સહાય આપવામાં આવશે.જેલમાં મૃત્યુ પામતા માછીમારોને રૂ. 10 લાખની સહાય આપવામાં આવશે.

2004 થી બંધ થયેલી સહકારી ધોરણે બોટ બાંધવાની NCDC ની સહાય યોજના શરુ કરાવાશે.પરંપરાગત રીતે માછીમારી કરતા સમુદાયો/સમાજ માટે જીંગા ઉછેર ફાર્મ માટે જમીન ફાળવવામાં આવશે.નવા માછીમાર બંદરો અને વર્તમાન માછીમાર બંદરોની ક્ષમતામાં વધારો કરવાની યોજના બનાવામાં આવશે.દરિયામાં ઔદ્યોગિક પ્રદુષિત કચરો / પ્રદુષિત પ્રવાહી છોડવા ઉપર પ્રતિબંધ લાવતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરવામાં આવશે.

માછીમાર બંદરો ઉપર બોટ માલિકો માટે ગોડાઉન, વર્કશોપ માટે વિશાળ માછીમાર વ્યાપાર ઝોનની રચના કરવામાં આવશે.સમુદ્રી તોફાનોમાં માછીમાર વ્યવસાયમાં થતાં નુકસાન તથા બોટના નુકસાન સામે વળતર/વીમાની જોગવાઈ બનાવશે.માછીમાર ઉત્પાદનમાં વેલ્યુ એડીશન – મૂલ્ય વર્ધન માટે પ્રોસેસિંગ પ્લાન્ટોને અદ્યતન બનાવવા અને નવા પ્રોસેસિંગ પ્લાન્ટો સ્થાપવા આર્થિક સહાય અપાશે.

માછીમાર ભાઈઓને મચ્છીનો પૂરતો ભાવ મળે અને શોષણ ના થાય તે માટે પોતાની મચ્છીનો સંગ્રહ અને પ્રોસેસ કરી શકે તે માટે સહકારી અને વ્યક્તિગત ધોરણે કોલ્ડ સ્ટોરેજ મારે આર્થિક સહાય

માછીમાર વસાહતો – માછીમાર આવાસ યોજના, માછીમારોની વસ્તી ધરાવતા દરેક ગામ/શહેરમાં દરેક માછીમારને ઘરનું ઘર મળી રહે તે માટે માછીમારો માટેની અલગ વસાહતો, માછીમારોના બાળકો માટે શિષ્યવૃત્તિઓ, જામનગર, પોરબંદર, સલાયા, વેરાવળ, માંગરોળ, માંડવી વગેરે બંદરો ઉપર દેશી વહાણ બાંધવાના યાર્ડોને આધુનિક બનાવાશે.

દેશી વહાણો મારફત આંતરદેશીય હેર-ફેરની ખાસ પ્રોસ્તાહન યોજના જાહેર કરાશે.માછીમારી ક્ષમતાનો પુરો વિકાસ અને સંકલન માટે ગુજરાત મેરીટાઈન બોર્ડની તર્જ ઉપર માચ્છીમારો અને નિષ્ણાંતોનું પ્રતિનિધિત્વ ધરાવતા ‘માછીમાર વિકાસ બોર્ડ’ની રચના કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.