Abtak Media Google News

હ્રીમ ગુરુજી

હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રીને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રીમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રીને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે ત્યાર ચાલો જાણીએ આ વર્ષે ચૈત્ર નવરાત્રી કઈ રાશિને લાભ કરાવશે !!

મેષ (અ,લ,ઈ):

મેષ 1

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચૈત્રી નવરાત્રી દરમિયાન રચાતો યોગ મેષ રાશિના જાતકોને ધન લાભ આપી શકે છે. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોના અટકેલા કાર્યો પૂરા થશે અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી રાહત મળશે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે માતા દુર્ગા એક હોડી પર સવાર થઇને આવી રહ્યા છે, જે ખૂબ જ શુભ છે.

વૃષભ (બ,વ,ઉ):
વૃષભ 1

ચૈત્ર નવરાત્રીનો આ તહેવાર વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. જો તમે કોઈ નવું કામ કરવા જઈ રહ્યા છો, તો માતા દુર્ગાનું ધ્યાન કરવું તમારા માટે શુભ રહેશે
.
સિંહ (મ,ટ):
સિંહ 2

ચૈત્ર નવરાત્રીનો આ તહેવાર સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો, તો તમને ટૂંક સમયમાં જ તમારી મનપસંદ નોકરી મળી જશે. જો અત્યાર સુધી લગ્નમાં અડચણો આવી રહી હતી તો તે પણ જલ્દી દૂર થશે અને તમને લગ્નના પ્રસ્તાવ મળશે.

તુલા (ર,ત):

તુલા 1

ચૈત્રી નવરાત્રીનો આ તહેવાર તુલા રાશિના જાતકો માટે સારા સમાચાર લઈને આવશે. આ સમય દરમિયાન તુલા રાશિના લોકોને મનપસંદ નોકરીની ઓફર મળશે. અન્ય શુભ સમાચાર મળવાની પણ શક્યતા છે. આ ઉપરાંત તુલા રાશિના જાતકો પણ કોઇ નવા સંબંધમાં બંધાઇ શકે છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન તમને સકારાત્મક પરિણામ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.