Abtak Media Google News

કેબીસી-9 થોડા સમય પેહલા જ શરૂ થયુ છે. આ શોએ પોતાની દરેક સિઝનમાં ઘણા લોકોની જિંદગી બદલી છે અને મહાનાયક અમિતાભ બચ્ચને તેમની બદલતી જિંદગીને જોયું પણ છે. જ્યાર થી કેબીસી શરૂ થયું છે ત્યાર થી જ અમિતાભ બચ્ચન આ શો સાથે જોડાયેલા છે અને હમેશા તેમણે તેમના ફેંસ તરફથી પ્રેમ મળતો રહ્યો છે. આ સિઝનમાં પણ તેમના ઘણા ફેંસ આવ્યા. અમિતાભ બચ્ચને આ મંચ પર ઘણા લોકોની જિંદગી બદલતી જોઈ છે.

હાલમાં જ તેમણે કેબીસીના  સેટ પર હતી પોતાની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેમની આંખ થોડી નમ થયેલી નજર આવી રહી છે. આ તસવીર સાથે તેમણે લખ્યું , “આપ સભી કે સ્નેહ કે પળો કે લિએ ધન્યવાદ”.

તેમની આ તસવીર અને આ મેસેજને જોને કહી શકાય કે તેમણે આ સિઝનમાં પણ ઘણા લોકોની મુશ્કેલી વિષે સાંભયું અને તે લોકો આ શો માઠી અમુક રકમ જીતી જતાં એ ખુશીને પણ જોઈ છે. એટલું જ નહીં તેમણે આ શો માં પોતાના માટે તેમના ફેંસને જે પ્રેમ છે તે પણ જોયો. આ શો શરૂ થયા ને થોડો જ સમય થયો છે ત્યારે આ શો એ ઘણા ટોપ શોને ટીઆરપીના મામલમાં તેમણે પાછડ રાખી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.