Abtak Media Google News

નવા પ્રોજેકટ કે ચાલુ પ્રોજેકટના એક્ષપાન્શનમાં સરકારી બેંકો દ્વારા પ્રોજેકટ લોન સરકાર દ્વારા મળતી સબસિડી અંગે માર્ગદર્શન આપશે

પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રુપ દ્વારા કાલેે શનિવારના રોજ સાંજે શાર્પ 7:00 વાગ્યે થી 9:00 વાગ્યા સુધી ઈંઈઅઈં ભવન ખાતે કે જે ઉંખઈ નગર મેઈન રોડ , રૈયા ચોકડી નજીક આવેલ છે જે સ્થળ પર પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રૂપ દ્વારા વિનામુલ્યે નોલેજ સેરીંગ સેમીનારનું આયોજન કરવામા આવ્યું છે .  પ્રોફેશન ક્ધસલ્ટિંગ ગ્રૂપએ એવા જાગ્રુત યુવાનોનું ગ્રૂપ છે કે જેવો અલગ અલગ ક્ષેત્ર માં ક્ધસલ્ટિંગ કરે છે અને એમના ક્ષેત્ર માં બહોળી સફળતાં પણ મેળવી ચૂક્યા છે . આ યુવાનોએ સમાજના યુવાનો , બીઝનેસમેન , અને ધંધાર્થીઓને અલગ અલગ ક્ષેત્ર જેવાકે ટેક્ષેશન , પ્રોજેકટ લોન , સરકારી સબસીડી , બિઝનેસ ટ્રેનિંગ , જીવન વીમા , બ્રાંડીગ , બાંધકામ , ઇ કોમર્સ વગેરે વિવિધ ક્ષેત્રે વિવિધ સેમીનાર કરીને વિનામૂલ્ય જાગ્રુત કરવા , નોલેજ સેરિંગ કરવું , માર્ગદર્શન પૂરું પાડવાનું નક્કી કર્યુ હોય અને આ ગ્રુપની રચના કરી છે ત્યારે આવા જ હેતુથી આ સેમીનાર નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

નવા પ્રોજેક્ટ કે ચાલુ પ્રોજેકટ ના એક્ષપાન્શનમાં સરકારી બેંકો દ્વારા પ્રોજેકટ લોન અને સરકાર દ્વારા મળતી અલગ અલગ સબસીડી વિશે આ ક્ષેત્રના નિષ્ણાત એવા રાજેશ સવનિયા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમજ  ઇ કોમર્સ દ્વારા આપણે પણ કેવી રીતે વેચાણ કરી શકીએ . ઓનલાઇન વેચાણ માં શફળતા મેળવવા શું કરવું જોઈએ , ટ્રેડિશનલ ધંધાને પણ ઓનલાઇન લય જઈ શકાય વગેરે બાબતે ઇ કોમર્સ ના માસ્ટર ગુરુ એવા   કરણભાઈ દાવડા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.  આ કાર્યક્રમનું સચોટ આયોજન , કારમાં અને તેમને માર્ગદરકાળ પૂરું પાડવાનું કામ આ ગ્રુપના સિનિયર મેમ્બર એવા રાજકોટના ખુબ જ જાણીતા અને ટોંચના ચાર્ટર્ડ એકાઉન્ટ  એવા હિરેન ભાઈ ઠકકર પુરું પાડી રહ્યા છે.

આ કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ટેન એક્ષ ટાર્ગેટના ઓનર અને વિખ્યાત ટ્રેનર એવા  નીરવભાઇ ગોહેલ કરશે જ્યારે સોશિયલ મીડિયા માંર્કેટિંગ અને ડીઝાયનીગ માટેની જહેમત બ્રેડિંગ એક્સપર્ટ  નિર્માત ગૌસ્વામી ઉઠાવી રહ્યા છે . આ કાર્યક્રમ માં વધુને વધુ લાભ લઈ શકે એ માટે અલગ અલગ સંસ્થાઓ સાથે તેમજ ધંધાર્થીઓ સુધી પહોંચવાનું અને રીલેશન બિલ્ડીંગનું કાર્ય જીવન વીમા નિષ્ણાત એવા વિજયભાઈ લકકડ અને જાણીતા યુવા બિલ્ડર  અંકિતભાઈ સાવલિયા ઊઠાવી રહ્યા છે.વધુમાં વધુ બિલ્ડરો , મેન્યુફેકચરરો , સર્વિસ પ્રોવાયડરો , હોસ્પિટલ , વેરહાઉસ , હોટેલ , રિસોર્ટ , વોટર પાર્ક , આઈટી કંપની , ઇન્ડસ્ટ્રીયલ પાર્ક , શેડ ડેવલપર , હોલસેલારો , ઋખઈૠ ડીલર , ધંધાર્થીઓ વગેરે લોકોને ખાસ ઉપયોગી વિષય પર તજજ્ઞો દ્વારા માહીતી આપવામા આવી રહી હોય ત્યારે પ્રોફેશનલ ક્ધસલ્ટિંગ ગ્રૂપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવે છે.અબતક શુભેચ્છા મુલાકતે હિરેન ઠકકર, રાજેશ સવનીયા, વિજય લકકડ, કરણ દાવડા, નીરવ ગોહેલ,અંકિત સાવલીયા,નિશાંત ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા વધુ માહિતી માટે નિરવ ગોહેલ  9998516215  અને વિજય લકકડ 98242 85016.n

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.