કોડીનાર: નિજીવી બાબતે ખૂની હુમલો, જૂની અદાવતનો ખાર રાખી યુવાન પર મહિલા સહિત ચાર શખ્સો તૂટી પડ્યા

0
26

મહિલા સહિત ચાર શખ્સો ધોકા વડે તૂટી પડતા ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ ખસેડાયા

કોડીનાર તાલુકાના ધારના પીપળવા ગામે રહેતા યુવાન પર મહિલા સહિત એક જ પરિવારના ચાર શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હતો. ધોકા વડે તૂટી પડતા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોડીનારના ધારના પીપળવા ગામે રહેતા અરશીભાઈ સામતભાઈ સોસા નામનો 40 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં ગામમાં વાડી વિસ્તારમાં હતો ત્યારે રમેશ તેની પત્ની મનિષા અને તેના પુત્ર દિનેશ અને જયેશ નામના શખ્સોએ નજીવા પ્રશ્ને ઝઘડો કરી ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અરશીભાઈ સોસાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે પ્રાથમિક પૂછતાછમાં હુમલામાં ઘવાયેલા અરશીભાઈ સોસા અને તેનો પુત્ર કૌશિકભાઈ સોસા બાઇક લઈ કોડીનારથી ધારના પીપળવા આવતા હતા ત્યારે જૂની અદાવતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here