ધોનીની જગ્યાએ કોહલી…કોહલીની જગ્યાએ ‘વિરાટ’ કોણ ???

 કોહલીના દાઇત્વની પૂર્તતા કર્યા પહેલા શા માટે ‘રૂખસદ’ અપાઈ !!!

 

 ભારતીય ક્રિકેટમાં કેપ્ટનશીપની ક્રાઇસિસ!!!

 

 

અબતક, નવીદિલ્હી

હાલ ભારત-આફ્રિકા પ્રવાસ પર છે જેમાં ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝ ગુમાવ્યા બાદ વનડે સિરીઝ પણ 3-0થી ગુમાવી છે ત્યારે ટીમ અને કેપ્ટનશીપ ઉપર અનેક અસરો અને પ્રશ્નો ઉદભવે થઈ રહ્યા છે. તે હાલની સ્થિતિને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટનશીપ અંગે અછત જોવા મળી રહી છે. મહેન્દ્રસિંહ ધોની બાદ વિરાટ કોહલીને ભારતીય ટીમનું સુકાની પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ વિરાટની સુકાની હેઠળ ભારતીય ટીમે એક પણ મોટી ટૂર્નામેન્ટ જીતી ન હતી પરિણામ રૂપે તેને સુકાનીપદ માંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો ત્યારે હવે વિરાટ કોહલીની અવેજી કોણ પૂરી કરશે તે પણ સૌથી મોટો પ્રશ્ન ટીમ મેનેજમેન્ટ અને બોર્ડ સમક્ષ ઉભો થયો છે.

મહત્વની વાત તો એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ અથવા તો કોઈ પણ ક્રિકેટ ટીમમાં સુકાની નું મહત્વ અનેરૂ રહેતું હોય છે જો કોઈપણ ટીમનો સુકાની પોતાની જવાબદારી નિભાવવામાં શોખ કરે તો તેનું પરિણામ સમગ્ર ટીમને ભોગવવું પડતું હોય છે ત્યારે હાલ ભારતીય ક્રિકેટ ટીમ પણ આ કપરા સમયમાંથી પસાર થઇ રહી છે. બીજો સૌથી મોટો પ્રશ્ન એ પણ સામે આવી રહ્યો છે કે વિરાટ કોહલીને જે જવાબદારી સોંપવામાં આવી હતી તેની પૂર્તતા કર્યા વગર જ તેને રુખસદ શુ કામ અપાઈ. ? આ મુદ્દા અંગે હજુ પણ કોઇ યોગ્ય જવાબ કે ઉકેલ આવી શક્યો નથી.

હાલ ભારતીય ક્રિકેટ ટીમ આ સુકાની પદ માટે વેક્યુમ ઉભો થયો છે જેને પૂર્વ ખૂબ જરૂરી અને આવશ્યક છે. ભારતીય ક્રિકેટ ટીમના રિપોર્ટ તરીકે હાલ રાહુલ દ્રવિડ ફરજ નિભાવી રહ્યા છે જે ખૂબ જ શાંત સ્વભાવના છે. ત્યારે વિરાટ કોહલી એગ્રેસીવ સુકાની હોવાના કારણે અને કેપ્ટન વચ્ચે તાલમેલ હોવો જોઈએ તે જોવા ન મળતા વ્યાખ્યા વિરાટને વામણો સાબિત કરી દેવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જો કોચના સ્વભાવને ધ્યાને લઇ સુકાનીની પસંદગી કરવામાં આવે તો જોવાનું એ રહ્યું કે ભારતીય ટીમમાં એ પ્રકારનો ખેલાડી કોણ કે જે રાહુલ દ્રવિડના માનસની સરખામણીમાં એક સમાન હોય. એટલું જ નહીં જે સુકાની આ પદ માટે તેનું ચયન કરવામાં આવે તે પરિપકવ ની સાથે જવાબદારી પણ સ્વીકારતો હોવો જોઈએ તો આ ખૂબી કોઈ સુકાની માં જોવા મળશે અને તેને યોગ્ય તક આપવામાં આવે તો ટીમ માં જે સુકાનીની અછત જોવા મળી રહી છે તે નહીં જોઈ શકાય , અને ટીમ અનેક સફળતાના શિખરો પણ સર કરશે. તો હાલ સૌથી મોટી તકલીફ ભારતીય ટીમ માટે એ છે કે હાલ ભારતીય ટીમનો સુકાની યોગ્ય હોવો જોઈએ જે ટીમને આગળ વધારી શકે.