કોહલી…કોહલી દિલ્હી મુંબઇ સામે જીતી બેંગ્લોરને પ્લેઓફમાં રોકી દેશે ? 

RCB માટે વિરાટ કોહલીનું ફોર્મ ખૂબ જ લાભદાયી અને ઉપયોગી નીવડશે !!!

ઇન્ડિયન પ્રીમિયર લીગની પાંચમી સિઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે જેમાં આરસીબી અને ગુજરાત ટાઈટન્સ બચ્ચે ખૂબ જ રોમાંચક રહ્યો મેચ જોવા મળ્યો હતો. એક બા બેંગલોરે ગુજરાતને આઠ વિકેટે માત આપતા પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે અને સૌથી મહત્વનું એ છે કે, ટીમ માટે વિરાટ કોહલીનું ફોર્મમાં પરત આવવું એ ટીમ માટે અત્યંત ઉપયોગી અને મહત્વપૂર્ણ નીવડશે.
ત્યારે હજુપણ દિલ્હીનો મેચ આવતીકાલે બાકી છે ત્યારે દિલ્હી જો મુંબઇ સામે જીત હાંસલ કરશે તો બેંગ્લોર નું પહોંચવાનું સ્વપ્ન જોડાઈ જશે કારણ કે હાલ બેન્ગલોર ૧૬ પોઇન્ટ હાંસલ કર્યા છે પરંતુ તેની જે નેટ રનરેટ હોવી જોઈએ તે માઇનસમાં છે. અને જો મુંબઈ સામેની મેચમાં દિલ્હી ની હાર થાય તો બેંગ્લોર પ્લેઓફમાં  સરળતાથી પહોંચી જશે. બીજી સૌથી મોટી વાત એ પણ છે કે જે રીતે બેંગ્લોર છેલ્લા દિવસોમાં પોતાનું ફોર્મ ઉજાગર કર્યું છે તેનાથી એ વાત કદાચ સ્પષ્ટ થઈ રહી છે કે પ્લેઓફમાં પહોંચ્યા બાદ ફાઈનલમાં પહોંચવા માટે બેંગલોર હોટ ફેવરિટ માનવામાં આવે છે.
તે ઓફમાં પહોચવા માટેના જો સમીકરણ અંગે વાત કરવામાં આવે તો , હવે જો દિલ્હી આખરી મેચમાં હારે તો રાજસ્થાન-બેંગ્લોર પ્લે ઓફમાં પ્રવેશશે. જો દિલ્હી આખરી મેચ જીતે અને રાજસ્થાન છેલ્લી મેચ હારે તો રાજસ્થાન, દિલ્હી અને બેંગ્લોરના ૧૬-૧૬ પોઈન્ટ થાય અને નેટ રનરેટને આધારે બે ટીમો પ્લે ઓફમાં પ્રવેશશે. બેંગ્લોરની જીત સાથે પંજાબ અને હૈદરાબાદની આશા પર પાણી ફરી વળ્યું છે.