Abtak Media Google News

27 ઓગષ્ટથી 11 સપ્ટેમ્બરના રોજ દુબઇ અને શારજહામાં એશિયા કપ 2022 રમાશે

એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીસાઈ દ્વારા સોમવારે એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમમાં આ વખતે ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને કે.એલ.રાહુલનું કમબેક થયું છે. જ્યારે 15 સભ્યોની ટીમમાં સીનિયર પેસર જસપ્રિત બુમરાહ ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરના રોજ દુબઈ અને શારજહા એશિયા કપ 2022 રમાશે. જાણો એશિયા કપ માટે ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું છે અને ક્યા ખેલાડીઓને આઉટ કરી દેવામાં આવ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી 20 સિરીઝમાં કોરોનાનેકારણે કેએલ રાહુલ ટીમમાં સામેલ થયો ન હતો અને બાદમાં હર્નિયાની સર્જરી બાદ કેએલ રાહુલ ફીટ થયો હતો અને હવે વાઈસ કેપ્ટન તરીકે ટીમમાં પરત ફર્યો હતો. જો કે, એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જે ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા, તેમાંથી સૌથી વધારે ચોંકાવનારું નામ બેટર શ્રેયસ અય્યર અને લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલનું છે. આ ઉપરાંત હેમસ્ટ્રીંગ અને બેક ઈન્જરીને કારણે ચાર મહિનાથી ટીમમાં સામેલ ન કરવામાં આવેલાં દીપક ચહરને પણ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈજાને કારણે હર્ષલ પટેલ પણ ટીમમાંથી આઉટ થઈ ગયો છે.

યુએઈની સ્લો પીચ પર બોલિંગ એટેક આ બોલર્સ સંભાળશે

આ ઉપરાંત ટીમમાં આર.અશ્વિન, રવીન્દ્ર જાડેજા, રવિ બિશ્નોઈ અને યુઝવેન્દ્ર ચહલ એમ ચાર સ્પિનર્સ હોવાને કારણે અક્ષર પટેલને ટીમમાં સ્થાન મળવાની સંભાવના ઓછી છે, કેમ કે પાંચમાં સ્લો બોલરને ટીમમાં સામેલ કરવાની સંભાવના ઓછી છે. યુએઈ  ધીમી પીચ પર મેચ રમાવવાને કારણે ટીમમાં માત્ર ત્રણ સ્પેશિયાલિસ્ટ પેસર્સને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે, જ્યારે આ એટકેમાં હાર્દિક પંડ્યા ચોથા સ્થાને હશે.

ટીમ ઇન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હૂડા, રિષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.

સ્ટેન્ડબાય: દીપક ચહર, અક્ષર પટેલ અને શ્રેયસ અય્યર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.