Abtak Media Google News

કલકત્તા એ મુંબઈને સાત વિકેટે હરાવ્યું પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચતું કલકત્તા

આઇપીએલ સિઝન ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઇ છે ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL નો મેચ રમ્યો હતો જેમાં નાઇટ રાઇડર્સે એ મુંબઇ ઇન્ડિયન્સને જાણે ધોળા દિવસે તારા દેખાડી દીધા હોય તેવું ચિત્ર સામે આવ્યું હતું નાઈટ રાઈડર્સે મુંબઈને સાત વિકેટે હરાવી ટોપ ચાર માં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. બીજી તરફ કલકત્તાના યુવા ખેલાડીઓ જે રીતે રમત રમતા હતા અને આકર્ષક શોટ ફટકારતાં હતા તે જોતાં મુંબઇ ઇન્ડિયન પણ ગભરાઈ ગયું હતું અને બેકફૂટ પર ધકેલાઈ  ગયું હતું.

મુંબઇ ઇન્ડિયન્સે આપેલા 156 ના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નાઇટ રાઇડર્સની ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવી 15 ઓવરના અંત મેચ મેચ પોતાની તરફ ખેંચી લીધો હતો જેમાં કલકત્તા તરફથી ઐયરે 30 બોલમાં આક્રમક ૫૩ રન ફટકાર્યા હતા જ્યારે રાહુલ ત્રિપાઠીએ ૪૨ બોલમાં વિસ્ફોટક ૭૪ રન બનાવ્યા હતા જે ટીમ માટે નિર્ણાયક અને મહત્વપૂર્ણ સાબિત થયા હતા તો બીજી તરફ મુંબઈ તરફથી બુમરા એ સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી અને અન્ય તમામ બોલેરો ટીમને જીતાડવામાં નિષ્ફળ નિવડ્યા હતા ટોસ જીત્યા બાદ કલકત્તા એ મુંબઈને બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું જેમાં મુંબઇ તરફથી રોહિત શર્મા ૩૩ રન બીકોક ૫૫ રન બનાવી શક્યો હતો તે સિવાય અન્ય કોઇ ખેલાડી પોતાનું યોગ્ય પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડ્યા હતા.

કલકત્તા તરફથી સર્વાધિક વિકેટ ફર્ગ્યુસન અને પ્રસિદ્ધ ક્રિશ્નાએ બબી વિકેટ ઝડપી હતી ત્યારબાદ સુનિલ નારાયણ એક વિકેટ ઝડપી શક્યો હતો જેમ ipl આગળ વધી રહ્યો છે તેમ તેમ ટોપ4 માં સ્થાન પ્રાપ્ત કરવા માટે અનેકવિધ ટીમોએ તનતોડ મહેનત કરવી પડે છે ત્યારે હાલ નદી ખેલાડીઓ પોતાની કૌશલ્ય સબર રમત રમતા સિનિયર ખેલાડીઓ પણ અચરજ માં મુકાઇ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.