ભરૂચ જિલ્લામાં કોરોના વકરી રહ્યો છે સપ્તાહમાં નવના મોત છતાં તંત્ર બેફીકર

આરોગ્ય તંત્ર મોતના આંકડા જાહેર કરતું નથી કબ્રસ્તાનમાં 9 ને દફનાવાયા 

ઔઘોગિક જિલ્લા ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર વઘ્યો જાય છે અને કોરોનાથી મોતની સંખ્યામાં પણ વધતી જાય છે. જિલ્લા આરોગ્ય સત્તાવાળાઓ કહે છે કે 129 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક પણ મૃત્યુ થયું નથી. પણ હકીકતમાં ભરુચમાં નર્મદા કિનારે આવેલા કબ્રસ્તાનમાં નવ વ્યકિતને દફનાવવામાં આવ્યા છે.

ભરુચ જિલ્લામાં કોરોનાનો રોગચાળો કૂદકે ને ભુસકે વધતો જાય છે પણ આરોગ્ય તંત્ર ગંભીબ બન્યું નથી. આરોગ્ય તંત્રે કોરોનાથી મોતના સાચા આંકડા જાહેર કરવા જોઇએ જેથી લોકો પણ આ મહામારી અંગે ગંભીર બને આરપીસીઆ પરીક્ષણ કરાવવા પેથોલોજી લેબોરીટી બહાર લાંબી લાઇનો જોવા મળે છે એ સરકારી આંકડાને ખોટા પાડી રહી છે. તેમ ભરુચ સિટીઝન કાઉન્સીલના પ્રમુખ જીવરાજ પટેલે જણાવ્યુઁ હતું.

મ્યુ. કાઉન્સીલર અને મ્યુ. વિરોધ પક્ષના નેતા સમરાઇઅલી સૈયદે પટેલની વાતને સમર્થન આપી જણાવ્યું કે સરકારે કોરોનાથી મોતના આંકડા છુપાવવા નહીં જોઇએ. ઘણા દર્દીઓના સગા સ્નેહીઓએ અમને પણ જણાવ્યું છે કે દર્દીઓ વેન્ટીલેટરના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. જો કે જિલ્લા કલેકટર ડો. એ.એમ. મોડીયાએ રસીકરણ ઉપર ભાર મુકયો છે.