Abtak Media Google News

બંને બેંકના જોડાણથી દેશની સૌથી મોટી વેલ્યુએબલ બેંક અસ્તિત્વમાં આવશે: ટુંક સમયમાં જાહેરાત થવાની શકયતા

દેશની બે નામાંકિત ખાનગી બેંક કોટક મહિન્દ્રા અને એકસીસ બેંક વચ્ચે મર્જર થવાની અટકળો ચાલી રહી છે. આ બંને બેંક ખાનગી ક્ષેત્રની નામાંકિત બેંકોમાં સમાવિષ્ટ છે. છેલ્લા કેટલાક અઠવાડીયાથી સ્ટોક માર્કેટમાં આ બંને ખાનગી બેંકોના મર્જરની અફવાઓ ચાલી રહી છે. આવતીકાલે કોટક મહિન્દ્રાની બોર્ડ મીટીંગ બાદ એકસીસ બેંકને ટેકઓવર કરવા મામલે જાહેરાત થઈ શકે તેવી શકયતા છે.

સુત્રોના મત મુજબ હાલ ભારતની સૌથી વેલ્યુએબલ બેંક એચડીએફસી છે. ત્યારે આ બંને બેંકોના મર્જરથી નવી બેંક ‚ા.૨.૫ લાખ કરોડની હશે. એચડીએફસી બાદ આ બેંક દેશની સૌથી મોટી વેલ્યુએબલ બેંક રહેશે. બંને બેંકો એકબીજાની ખાસીયતનો સારી રીતે ઉપયોગ કરી શકશે. હાલની સ્થિતિએ કોટક બેંક સૌથી મજબુત કોર્પોરેટ બેકિંગ ફ્રેન્ચાઈઝી ધરાવે છે. જયારે એકસીસ બેંક રીટેલ ક્ષેત્રે ખૂબ જ મજબુત પકકડ ધરાવે છે. આરબીઆઈના નિયમ મુજબ કોટક બેંકના પ્રમોટર્સે ૨૦૨૦ સુધીમાં પોતાનો હિસ્સો ૩૩.૬ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવો પડશે.

સ્ટોક માર્કેટમાં ચાલી રહેલી અટકળો બાબતે હાલ આ બંને બેંકોમાંથી કોઈ દ્વારા સતાવાર વિગતો આપવામાં આવી નથી. બંને બેંકોના પ્રવકતાઓ આ અટકળો મામલે ફોડ પાડવા તૈયાર નથી. હાલ સરકાર પાસે સ્પેસીફાઈડ અન્ડરટ્રેકીંગ ઓફ ધ યુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના માધ્યમથી એકસીસ બેંકનો ૧૨ ટકા હિસ્સો છે. જેની કિંમત ૧૪ હજાર કરોડની થાય છે. આ ઉપરાંત સરકારી કંપની એલઆઈસી પાસે પણ બેંકનો ૧૮ ટકા હિસ્સો છે. ખાનગી બેંક આ સરકારી હિસ્સા ખરીદવા માટે તલપાપડ છે. હાલ કોટક બેંક પાસે ૧.૪ લાખ કરોડનું માર્કેટ ભંડોળ છે. જયારે એકસીસ બેંક પાસે ૧.૧૬ લાખ કરોડનું છે. આ બંનેના જોડાણથી વિશાળકાય બેંક અસ્તિત્વમાં આવશે.

કોટક બેંકના એસકલુઝીવ વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર ઉદય કોટક દ્વારા ટુંક સમયમાં એકસીસ બેંકને ટેકઓવર કરવા મામલે જાહેરાત કરે તેવી શકયતા છે. કોટક મહિન્દ્રા એકસીસ બેંકમાં હિસ્સો ખરીદવા સરકારનો ઘણો સમયથી સંપર્ક કરી રહી છે. વર્ષ ૨૦૧૫માં કોટક મહિન્દ્રા બેંકે સાઉથીની આઈએનજી વૈશ્ય બેંકને ટેક ઓવર કરી ઈતિહાસ રચ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.