કોઠારિયા કોલોની યુવા ગ્રુપ દ્વારા રવિવારે ક્રિષ્ના મહિલા રાસોત્સવ યોજાશે

શેઠ હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં માત્ર બહેનો શરદોત્સવ ઉજવશે

આગામી રવિવારે શેઠ હાઇસ્કૂલમાં કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જીલ્લા નારી સુરક્ષા સમિતિ- રાજકોટનો 22મો ‘શરદોત્સવ’ યોજાશે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.

નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી) મહંતશ્રી આપાગીગાનો ઓટલો ચોટીલાના માર્ગદર્શન હેઠળ કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જીલ્લા નારી સુરક્ષા સમિતિ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે વર્ષોની પરંપરા મુજબ ‘ક્રિષ્ના મહિલા રાસોત્સવ’ તા.09ને રવિવારે, શરદ પૂર્ણિમાને દિવસે 80 ફૂટ રોડ, બગીચા સામે શેઠ હાઇસ્કૂલમાં યોજાશે.

રાત્રે 8:30 કલાકે દિપ પ્રાગટ્ય નાની બાળાઓના હસ્તે કરી 22મો શરદોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુકાશે. દર વર્ષે સંસ્થા તેમજ દાતાઓના આર્થિક સહયોગથી શહેરનાં કોઇપણ બહેનોને નાત-જાતના ભેદભાવ વગર નાના-મોટા તમામ બહેનોને નિ:શુલ્ક પ્રવેશ તેમજ કોઇપણ પ્રકારની ફી લીધા વગર આ પ્રાચીન રાસોત્સવમાં ભાગ લેવા દેવામાં આવે છે. કાર્યક્રમના અંતે (નિર્ણાયકો) દ્વારા પસંદગી પામેલા 50 બહેનોને ભેટ આપવામાં આવશે.

મહિલા રાસોત્સવના એન્ટ્રી અને રમવાના પાસનું વિતરણ ફક્ત બહેનોને વિનામૂલ્યે વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે. આવતીકાલે તા.7/10ના સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8, ચોઇસ મેકર્સ, ગીફ્ટ શોપ, નવકાર મેડીકલ સામે, ગાયત્રીનગર મેઇન રોડ, ડીલક્સ પાનની બાજુમાં રાજકોટ-2 ખાતેથી વિતરણ કરાશે.

કાર્યક્રમને સફળ બનાવવા કોઠારીયા કોલોની યુવા ગ્રુપ, જીલ્લા નારી સુરક્ષા સમિતિ, રાજકોટ શહેર/જિલ્લા વાલી મહામંડળ, લોક સંસદ વિચાર મંચના રાજકીય, સામાજીક આગેવાનો ગજેન્દ્રસિંહ ઝાલા, નટુભા ઝાલા, સતિષભાઇ માણેક, પેઇન્ટર પ્રવિણભાઇ, એડવોકેટ ઇન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, હેમાબેન કક્કડ, પૂનમબેન રાજપૂત, શાંતાબેન મકવાણા, આરતીબા જાડેજા, પ્રફુલાબેન ચૌહાણ, પ્રવિણભાઇ લાખાણી સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યાં છે.