Abtak Media Google News

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સંક્રમણ અટકાવવા સરકાર સઘન પ્રયાસો કરી રહી છે. સાથે લોકો પણ સરકારને પુરતો સહયોગ આપી રહ્યાં છે. ખાસ કરીને ગામડાઓમાં સંક્રમણ ન ફેલાય તે ઉપર વધુ ધ્યાન દેવાઈ રહ્યું છે. ગત 1લી મે થી રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેને દરેક ગામના લોકોએ ચરિતાર્થ કરવા સહયોગ આપી રહ્યાં છે. ગામડામાં સંક્રમણ અટકાવવા રાજકોટ જિલ્લામાં સઘન કામગીરી થઈ રહી છે. જેમાં પણ લોકોને યોગ્ય અને પુરતી સારવાર મળે તે માટે રાજકોટ જિલ્લાના ગામડાને એ, બી, સી કેટેગરીમાં વહેંચી જ્યાં સંક્રમણ વધુ છે ત્યાં તાત્કાલીક સારવાર શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર, કેબીનેટ મંત્રી જયેશ રાદડિયા, ડીડીઓ તેમજ આરોગ્ય સમિતિના માળખાકિય આયોજન સાથે સંક્રમણ અટકાવવાના ઉમદા પ્રયાસોના ભાગરૂપે જ્યાં કોરોના દર્દીઓ સૌથી વધુ છે તેવા 15 ગામોને એ કેટેગરીમાં, તેનાથી ઓછુ સંક્રમણ હોય તેને બી કેટેગરીમાં તેમજ જ્યાં નહીંવત કેસો છે તે ગામો સી કેટેગરીમાં વહેંચાયા છે. આ રીતે કોરોના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે જે ગામડામાં વધુ દર્દીઓ છે ત્યાં સૌપ્રથમ સારવાર શરૂ કરી દેવાઈ છે અને સંક્રમણ અટકાવવાના પ્રયાસો તમામ ગામમાં હાથ ધરાયા છે.

એ.બી.સી અભિયાન હેઠળ ગામડાઓની અંદર કોરોના સંક્રમણને થતું અટકાવી મારૂ ગામ,
કોરોના મુક્ત ગામ કરીશું: ભુપતભાઇ બોદર

Vlcsnap 2021 05 10 14H11M54S438

1લી મે ગુજરાત સ્થાપના દિવસ એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને  રાજ્યપાલે આહવાન કર્યું મારું ગામ કોરોના મુક્ત ગામ  અભિયાન શરૂ કરવામાં આવ્યું રાજકોટ જિલ્લા એ પણ આ અભિયાન ને વધાવી લીધું અને અમારા આરોગ્ય સમિતિ ની ટીમ તેમજ રાજકોટ જીલ્લાની અંદર કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને અમારી આખી સભ્યોની ટીમે અને ડિ ડી ઓ સાથે મળીને એક સમીક્ષા બેઠક કરી આ સમીક્ષા બેઠક અંદર માં 54 જેવા પ્રાથમિક કેન્દ્ર જે આવેલા છે તેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આરોગ્ય સમિતિના કાર્યકર્તાઓ એ ટીમ બનાવી અને એ.બી.સી કેટેગરી નક્કી કરી જે ગામડાઓમાં વધારે કેસ હોય તેને એ કેટેગરીમાં ઓછા કેસ ને બી કેટેગરીમાં અને નહિવત કેસ સી કેટેગરીમાં મુકવામાં આવ્યા હાલ એ કેટેગરીમાં 15 ગામ બી કેટેગરીમાં 45 ગામ સી કેટેગરીમાં 105 ગામ આવેલા છે તેમજ આરોગ્ય ટીમ દ્વારા ગામડાઓમાં સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે અને ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં ઉપલેટા ખાતે 105 કેશ નોંધાયા હતા અને ધોરાજીમાં 57 કેસ અને રાજકોટ જીલ્લાની અંદર 8 કેસ આવેલા હતા જ્યાં વધુ કેસ જોવા મળે છે.

ત્યાં આરોગ્યની ટીમ પહોંચી જાય છે અને આરોગ્ય ટીમ સતત કાર્યરત રહે છે ત્યાં સંક્રમણ અટકાવવા માટે આવી જ રીતે રાજકોટ જિલ્લા પંચાયત ચુંટાયેલી પાંખ અને આરોગ્ય સમિતિ ની પાંખ તેમજ બાકીના યુવાનો ખુબ જ સરાહનીય કામગીરી કરી રહ્યા છે જેથી હું  તમામનો આભાર માનું છું જે ગામમાં વધારે કેસ હોય છે ત્યાં તાત્કાલિક ધોરણે આરોગ્યની ટીમ પહોંચી આખા ગામનો સર્વે કરે છે જેમાં 25 કેસે નીકળે જેમાં શરદી , તાવ દેખાતા બીમારીવાળા નું ટેસ્ટિંગ કરવામાં આવે જે તે વ્યક્તિ  કોરોના પોઝિટિવ નીકળે તેને આઇઝોલાશન સેન્ટર ખાતે તાત્કાલિક ધોરણે પહોંચાડવામાં આવે છે તેમજ વધારે પરિસ્થિતિ ખરાબ થતા જિલ્લા , તાલુકા ખાતે ની  કોવિડ હોસ્પિટલ એ પહોંચાડવામાં આવે છે તેમજ આરોગ્ય સમિતિ ની ટીમ દ્વારા દવા ની કીટ બનાવી તાત્કાલિક ધોરણે ગામ ખાતે પહોંચાડવામાં આવે છે પાંચ દિવસના કોર્સ ની આ કીટ હોય છે જો કોઈ વ્યક્તિની તબિયત માં સુધારો જીવા ન મળે તો તેને એમ્બ્યુલ્સ મારફત કોવિડ સેન્ટર ના આઈસીયુ  વોર્ડ માં દાખલ કરવામાં આવે છે મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન ને લોકોએ વધાવી લીધું છે હાલ ગામની અંદર સરપંચથી લઈ આગેવાનો અને યુવાનો પણ મારું ગામ કોરોના મુક્ત ગામમાં જોડાઈ ગયા છે જેમાં તેઓ સફાઈ કરી રહ્યા છે સેનેટાઈઝ કરવાનું શરૂ કરવી દીધું છે સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરી રહ્યા છે રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે મારી જવાબદારી હેઠળ હું જે કાઈ જરૂરિયાત હશે તે પુરીપાડીસ  અને આરોગ્ય સમિતિ ને તાત્કાલિક ધોરણે કામે લગાડીસ જે ગામડા ને જરૂર પડશે તે ગામડા ની પડખે હું ઉભો રહીશ આવનારા દિવસોમાં આરોગ્ય ની અંદર જે જરૂરિયાત હશે જેવી કે મશીનરીની , ઓક્સિમીટર,  ઓક્સિજન સિલિન્ડર ની આ બધી જરૂરીયાતો પુરી પાડવા હું ખડે પગે કાર્યરત રહીશ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.