Abtak Media Google News

એર્ફોડેબલ હાઉસીંગ પ્રોજેકટમાં માર્જીન ઓછુ હોવાના કારણે બિલ્ડર લોબી અને બેંકો-ફાઈનાન્સ કંપનીઓ વચ્ચે અનુકુળ વાતાવરણ જરૂરી

પ્રાઈવેટ રીઅલ એસ્ટેટ ડેવલોપર્સ એસોસીએશનની એપેક્ષ બોડી ક્રેડીયાએ એર્ફોડેબલ હાઉસીંગ માટે દેશની બેંકો અને ફાઈનાન્સ કંપનીઓનો સહકાર માંગયો છે. ૧ કરોડ મકાન બનાવવાનું લક્ષ્ય હાલ રાખવામાં આવ્યું છે. આ લક્ષ્ય સાધવા માટે બેંકો-ફાયનાન્સ કંપનીઓનો સહકાર જ‚રી હોવાનું ક્રેડીયાનું માનવું છે.

એર્ફોડેબલ હાઉસીંગ પ્રોજેકટમાં માર્જીન ઓછુ હોવાના કારણે બિલ્ડરલોબી બેંકો અને ફાઈનાન્સ કંપનીઓ સાથે અનુકુળ વાતાવરણ રાખવા ઈચ્છે છે. સરકારે બજેટમાં એર્ફોડેબલ હાઉસીંગને ઈન્ફ્રાસ્ટ્રકચરનો દરજ્જો આપ્યા બાદ આ ક્ષેત્રમાં બિલ્ડરોનો રસ વધ્યો છે તેવું ક્રેડીયા-એનસીઆરના પ્રમુખ મનોજ ગોરનું કહેવું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, એર્ફોડેબલ હાઉસીંગમાં રસ વધતા આ સેકટરને બેંકો અને હાઉસીંગ ફાઈનાન્સ કંપનીઓ તરફી સહકારની જરૂર છે. જેના માધ્યમી ૨૦૨૦ના ઘરના ઘરનું લક્ષ્ય સાધી શકાશે. સરકારની નીતિમાં પારદર્શકતા આવી હોવાના કારણે હાલ ક્ષેત્રનો વિકાસ તંદુરસ્ત રીતે ઈ રહ્યો છે. નોટબંધીના નિર્ણયની ટૂંકાગાળા માટે અસર હોવાનું પણ ક્રેડીયાનું કહેવું છે. આ સેકટરમાં અન્ય ક્ષેત્ર કરતા ઈન્ફલો વધ્યું છે અને કેપીટલ વધતી જાય છે.

સરકાર ૨૦૨૦ સુધીમાં તમામને ઘરનું ઘર મળી જાય તે માટે પ્રોજેકટ ચલાવી રહી છે. સરકારના આ લક્ષ્યમાં ડેવલોપર્સનો અગત્યનો ફાળો છે. ડેવલોપર્સ હવે આ પ્રોજેકટ સફળ બને તે માટે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓનો સા ઈચ્છી રહ્યાં છે. મોટા પ્રોજેકટ માટે બેંકો અને ફાઈનાન્સ કંપનીઓને સહકાર જરૂરી હોય છે. બન્ને પક્ષે સધાતુ અનુકુળ વાતાવરણ જ પ્રોજેકટને સફળ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.