શ્યામ તું ન્યારો…

krishna-is-eternal
krishna-is-eternal

શ્યામ આપ સમીપે

આવું લઈ સવાલો ?

જવાબની આશા કરતાં,

મળવાનો આનંદ ન્યારો

પ્રેમ તારો અપૂર્ણ,

શક્તિ તારી નિપૂર્ણ,

લાગણી તારી અનંત,

તું શ્યામ મારો.

જોતાજ મન ખીલે

સ્પર્શતાજ દિલ દેખાય

અંધણી તારી શું ?

કૃષ્ણ કરતાં કરુણાની

ભક્તિ કરતાં સ્નેહની

સ્પર્શ કરતાં લાગણી

ભગવાન કરતાં માનવતાની

શ્યામ તું  મારો.

સ્વરૂપ તારું અદ્ભુત

ભિન્ન તારા નામ

ચાહત તારી નોખી

મોરપીછ તારો પરિચય

શ્યામ તું ન્યારો.

વેદનાઓ નો જવાબ તું,

ગાયો નો ગોવાળ તું,

ગોપીઓનો કાન્હો તું,

વસાળીનો સાદ તું,

મિત્રતાનો સાર તું,

રાસની રસધાર તું,

જગતનો નાથ તું,

શયમ મારો તું .