ક્રુષ્ણ એ છે જે પોતાને સંતાયનારનો પણ કરે છે ઉધ્ધાર

શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપછે, શ્રી કૃષ્ણની બધી લીલા પ્રેમથી ભરેલી છે. આરંભથી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે શ્રી કૃષ્ણ ચરિત્રનો આરંભ પુતના ચરિત્રથી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રીકૃષ્ણ પ્રેમ કરે છે જે ગતિ માતા યશોદાને આપી છે, તેવી જ ગતિ માતા, યશોદાને પણ આપી છે.

શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે, તેની બધી લીલા પ્રેમથી ભરેલી છે

પોતાને ઝેર આપનાર પુતના તથા બાણ મારનાર પારધીનો પણ પ્રભુએ ઉઘ્ધાર કર્યો

શ્રી કૃષ્ણ અકારણ પણ પ્રેમ કરે છે. ભરી સભામાં અભદ્ર વાણી વિલાસ કરતા શિશુપાલનો કર્યો ઉઘ્ધાર: બાણનો મારો ચલાવનાર ભિષ્મ પિતામહના અંત સમયે પણ પ્રભુ તેમની પાસે ગયા છે

શિશુપાલ ભરી સભામાં ગાળો આપે છે તેને મુકિત આપે છે જે ભીષ્મ પિતામહ એ પોતાને બાણ માર્યા છે. તેના અંત:કાળે તેમની પાસે ગયા છે. શ્રીકૃષ્ણ  ચરિત્રનો અંતમાં જરા પારધી બાણ મારે છે. જરાનો અર્થ થાય છે વૃઘ્ધાવસ્થા બાણ કેવી રીતે મારી શકે? પરંતુ આ પણ એક લીલા છે, પારધીને ખબર પડી કે ભુલથી બાણ મરાણું છે તે ગભરાયો છે. શ્રીકૃષ્ણ પાસે આવીને ક્ષમા માગે છે પ્રભુએ કહ્યું આ બધુ મારી ઇચ્છાથી થયું છે. તું ચિંતા ન કર હું તને મુકિત આપીશ.

પારધીમાં અકકલ જરા ઓછી તેણે ચિતા વ્યકત કરી કે આપ મને મુકિત આપશો તો મારા બાળકોનું શું થશે…? તેઓનું ભરણ પોષણ કોણ કરશે?

પ્રભુએ કહ્યું તારા બાળકો મારી સેવા કરશે તેથી તેઓની આજીવિકા ચાલશે લોકો મને જે ભેટ ધરશે તે તારા બાળકોને આપીશ… આજ પણ જગન્નાથજી મંદિરમાં એક મહિનો ભીલ લોકો સેવા કરે છે. તે જરા પારધીનો વંશ હોવાનું કહેવાય છે. જે પારધીએ બાણ માર્યુ તેને પ્રભુઓ સતગતિ આપી છે જરા પારધી તો શું પરંતુ તેના વંશનું પણ કલ્યાણ કર્યુ છે.

શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરનાર બીજો કોઇ થયો નથી શ્રી કૃષ્ણ અ કારણ પ્રેમ કરે છે રામાયણમાં આવે છે ‘કોમલ ચિત અતિ દિન દયાલા, કારન બિનુ રઘુનાથ કૃપાલા’ વાલ્મીકી રામાયણ આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે તુલસી રામાયણ ભકિત પ્રધાન ગ્રંથ છે. વાલ્મીકીને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તી ન થઇ, ભગવાનની મંગલમયી લીલા કથાનું ભકિતથી પ્રેમપૂર્વક વર્ણન કરવાનું રહી ગયેલું તેથી કળીયુગમાં તુલસીદાસ તરીકે જન્મ ધારણ કર્યો.