Abtak Media Google News

સોના જડીયુ પારણુને મોતીડાની દોર જુલાવે જશોદા માતા જુલે નંદનો કિશોર…

જગતમંદિર દ્વારકા, ડાકોર સહિતના તમામ નાના મોટા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાશે

શનિનો મૂલાંક આઠ અને કૃષ્ણ ભગવાનનો પણ આઠ અંક: આ વર્ષની જન્માષ્ટમી ખાસ બની રહેશે

સોના જડીયુ પારણુને મોતીડાની દોર… નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી…ના નાદ સાથે આવતી કાલે કૃષ્ણજન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા જગતમંદિર દ્વારકા,ડાકોર સહિતના કૃષ્ણ મંદિરોનાં ભાવિ ભકતો ઉમટી પડશે. નંદલાલા ને વધાવવા માટે આવતી કાલે રાત્રે ૧૨ વાગ્યે વિવિધ મંદિરોમાં લાલાનો હેપ્પી બર્થ ડે ઉજવવામાં આવશે મહત્વનું છે કે ભગવાન કૃષ્ણનો આ ૫૧૩૧મો જન્મદિવસ છે જેને સમગ્ર હિન્દુ સંપ્રદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે.

ભગવાન કૃષ્ણના મંદિરોમાં જન્માષ્ટમીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દિવસે સેંકડો ભકતો વહેલી સવારથી જ લાલાના દર્શનાર્થે ઉમટી પડશે જન્મોત્સવ પ્રસંગે દ્વારકાધીશને રાત્રે ૯ વાગ્યે શયન થયા બાદ એક કલાકના શયન વિશ્રામ બાદ રાત્રે ૧૦ વાગ્યે ભીતરમાં બંધ પડદે શ્રીજીની મંગલાઆરતી કરવામાં આવે છે. બાદ પ્રભુની જન્મના સ્નાન અભિષેક પૂજન કરાયા બાદ જન્મ શૃંગાર કરવામાં આવે છે. જેમાં શ્રીમસ્તક પર શીશફુલ, મોર ચંદ્રીકા, કાને મોરકુડલ, શીશફુલ, હોરા સોના જડીત માલા, હાર, કંઠમાં કંઠવારી, વક્ષસ્થળ પર સોના જડીત ગંઠા, સોના મોતી જડીત જનોઈ ચરણચોડી, ઝાંઝર, ચોટી, મુખારવિંદ પર ચાંદલા કરવામા આવશે. કાલે અમૃતસિધ્ધિ યોગ આખો દિવસ અને રાત્રીના ૪.૧૬ સુધી છે. તથા રોહિણી નક્ષત્ર પણ છે. આથી શનિવારે રાત્રે ૧૨ વાગ્યે અમૃતસિધ્ધિ યોગ અને રોહિણી નક્ષત્ર ભગવાનના જન્મ સમયે હશે આથી આસૌથી શ્રેષ્ઠ યોગ થયો ગણાય.

એક અનુમાનીત ગણીતના આધારે ભગવાન શ્રી કૃષ્ણની ૫૧૩૧મી જન્માષ્ટમી આ વર્ષે ઉજવાશે. શ્રી કૃષ્ણ ભગવાન ગોકુલમાં ૧૧ વર્ષ અને પર દિવસ રહ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાને આખા જગતનો સૌથી શ્રેષ્ટ ગીતા જ્ઞાન રૂપી ગ્રંથની મનુષ્યોને પોતાના જીવનમાં સરળતાથી રહી અને મોક્ષ પામે તે ગીતાનું જ્ઞાન આપ્યું હતુ તથા ગીતા રૂપી ગ્રંથની જગતને ભેટ આપેલ ભગવાનના જન્મ સમયે યોગ ગ્રહ નક્ષત્ર બધુ જ અનુકુળ થઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાને લોક કલ્યાણ માટે જ અવતાર લીધેલ અને લોક કલ્યાણ માટે સાચા લોકોની રક્ષા માટે ભગવાન કલ્કી સ્વરૂપે પોતાનો દશમો અવતાર પૃથ્વી પર જલ્દી લેશે તેમા કોઈ શંકા નથી શ્રી કૃષ્ણ ભગવાનના સ્મરણ માત્રથીજ જીવનની બધી જ ચિંતાઓ દૂર થવા માંડે છે. ગુજરાતમાં દ્વારીકા, ડાકોર, શામળાજી તથા નાના મોટા ગામ શહેરમાં હવેલી મંદિરમાં આ વર્ષે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવાશે.

શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ શ્રાવણ વદ આઠમનો થયેલ મધ્ય રાત્રીનાં ૧૨ વાગે જન્મ થયેલ ભગવાન શ્રી કૃષ્ણની જન્મકુંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હતા વૃષભલગ્નમાં ચંદ્ર ઉચ્ચનો પરાક્રમ ભુવનમાં ગૂરૂ ઉચ્ચનો વિદ્યાસ્થાનમાં બુધ ઉચ્ચનો છઠ્ઠા સ્થાનમાં શની ઉચ્ચનો ભાગ્ય ભુવનમાં મંગળ ઉચ્ચનો બીરાજે છે. આમ ભગવાનની જન્મ કૂંડળીમાં પાંચ ગ્રહો ઉચ્ચના હતા. તથા પંચ મહાપુરૂષ યોગ થયેલ ભગવાન શ્રી કૃષ્ણને આઠ આંક સાથે ખૂબ વધારે સંબંધ હતો.

શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ આઠમના દિવસે રાત્રીનાં આઠમાં મૂહૂર્તમાં થયેલ શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર હતા. ઉપવાસ અથવા એકટાણુ કરવું રાત્રીનાં બાર વાગ્યે ભગવાનનું શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું ભગવાનને સાકરવારા દુધ પંચામૃતથી સ્નાન કરાવું ત્યારબાદ ચોખ્ખા પાણીથી સ્નાન કરાવી અને વસ્ત્ર જનોઈ અર્પણ કરવા ત્યારબાદ ચંદન ચોખા પુષ્ય ચડાવા અબીલ ગુલાલર્પણ કરી ધુપ અગરબતીનો ધુપ આપવો નેવૈધમાં દુધની મીઠાઈર્પણ કરી તજ લવીંગ એલચી અર્પણ કરવા આરતી ઉતારી ક્ષમાયાચના માગવી પૂજન કરતી વખતે ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:નો સતત જપ કરવા આમ કરવાથી ઘરમાં સુખ શાંતી વધશે.

ભગવાનને આઠ પટ્ટરાણી હતા ભગવાનનો મંત્ર પણ અષ્ટાક્ષર મહામંત્ર કહેવાય છે. આમ અનેક રીતે ભગવાનનો આઠ સાથે મેળ આવે છે. શની ગ્રહનો આંક પણ આઠ છે અને આ વર્ષે જન્માષ્ટમી પણ શનિવારે છે. આથી ફરીથી ભગવાનનો આઠ આંક અને આઠ રોહિણી નક્ષત્ર સાથે મેળ થશે જેથી આ વર્ષની જન્માષ્ટમી ખાસ બની રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મ કુંડળીમાંથી એવું ફલીત થાય છેકે ભગવાન વિષ્ણુ પોતાનો દશમો અવતાર લોક કલ્યાણ માટે પૃથ્વી પર કલ્કી અવતાર તરીકે જલ્દી લેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

દ્વારકામાં શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર

કાલે જન્માષ્ટમીના સવારના ક્રમમાં શ્રીજીની મંગલા આરતી ૬ કલાકે, મંગલા દર્શન ૬ થી ૮, શ્રીજીના ખૂલ્લા પડદે સ્નાન દર્શન તથા અભિષેક ર્દાન ૮ કલાકથી, શ્રીજીને અભિષેક પશ્ર્ચાત પૂજન સવારે ૯ કલાકે બંધ પડદે શ્રીજીના સ્નાન ભોગ ૧૦ કલાકે શ્રીજીના શૃંગાર ભોગ ૧૦.૩૦ કલાકે શ્રીજીની શૃંગાર આરતી ૧૧ કલાકે શ્રીજીનો ગ્વાલ ભોગ ૧૧.૧૫ કલાકે, શ્રીજીનો રાજભોગ ૧૨ કલાકે તેમજ અનોસર બંધ બપોર ૧ થી ૫ સુધી રહેશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન ૫ કલાકે, ઉત્થાપન ભોગ ૫.૩૦ થી ૫.૪૫ સંધ્યા ભોગ ૭.૧૫ થી ૭.૩૦ કલાકે, સંધ્યા આરતી ૭.૩૦ કલાકે, શયન ભોગ ૮ થી ૮.૧૫ કલાકે, શયન આરતી ૮.૩૦ કલાકે શયન અનોસર બંધ ૯.૦૦ કલાકે થશે શ્રીજીનાં જન્મોત્સવ દર્શન સમય રાત્રે જન્માષ્ટમી મહોત્સવની આરતી દર્શન ૧૨ કલાકે તેમજ અનોસર દર્શન બંધ ૨.૩૦ કલાકે થશે. પારણા નૌમના રોજ ઠાકોરજીના દર્શનનો ક્રમ તા.૨૫.૮ રવિવાર નૌમના રોજ સવરના ક્રમમાં શ્રીજીનાં પારણા ઉત્સવ દર્શન ૭ કલાકે થશે. અનોસર દર્શન બંધ સવારે ૧૦.૩૦કલાકે થશે. સાંજના ક્રમમાં ઉત્થાપન દર્શન ૫ કલાકે નિત્યક્રમ મુજબ ઉત્થાપન ભોગ ૫.૩૦ કલાકે, શ્રીજીની અભિષેક પૂજા બંધ પડદે ૬ થી ૭ કલાકે શ્રીજીનાં સંધ્યા ભોગ ૭.૩૦ કલાક, સંધ્યા આરતી ૭.૪૫ કલાકે, શયન ભોગ ૮.૧૫ કલાકે શયન આરતી ૮.૩૦ કલાકે શયન અનોસર (બંધ) ૯.૩૦ કલાકે થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.