ઓમ રાઉતની ફિલ્મ “આદિપુરુષમાં ” ‘સીતા’બનશે ક્રિતી સેનન

બોલીવૂડ જગતના નિર્દેશક ઓમ રાઉત પોતાની આવનારી ફિલ્મ ‘આદિપુરુષ’ માટે પાત્રો પસંદ થઈ ગયા છે. રાઉત આદિપુરુષ ફિલ્મને સુપરહિટ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. આ ફિલ્મમાં રૂપેરી પડદે ફેમ હીરો તરીકે ‘પ્રભાસ’ રામનું પાત્ર ભજવશે પરંતુ હિરોઈનને માટે દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્માથી લઈને બધી જ હિરોઇનના નામ સાંભળ્યા બાદ ઓમ રાઉતને સીતાના પાત્ર માટે ‘ ક્રિતી સેનનની પસંદગી કરી છે.આ ફિલ્મમાં લંકાપતિ રાવણના પાત્ર માટે ‘ સેફ અલી ખાનની ‘પસંદગી કરવામાં આવી છે.

ક્રિતી સેનન પાનીપત ફિલ્મમાં અભિનય માટે દર્શકો દ્વારા પ્રશંસાપાત્ર બની હતી .ક્રિતીને જ્યારે આ સીતાના પાત્ર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તુરંત જ હા પાડી દીધી. ફિલ્મનું શુટીંગ જાન્યુઆરીથી શરૂ થશે. સીતાનું પાત્ર ક્રિતી સેનન ભજવશે. આદિપુરુષ ફિલ્મમાં ક્રિતી પ્રભાસ સામે કેટલી પ્રભાવી લાગશે તેની ચર્ચા ફિલ્મ જગતમાં શરૂ થઈ છે.

સામાન્ય રીતે ફિલ્મો તેના નિર્ધારિત સ્ટુડિયોની અંદર બનાવવામાં આવે છે પરંતુ આ ફિલ્મમાં વધુ પડતી લોકેશન સ્પેશિયલ ઇફેક્ટ અને વીએફએક્સના માધ્યમથી શૂટ કરવામાં આવશે .આ ફિલ્મની ટિમ ફાઇનલ કરવામાં આવી નથી. આ ફિલ્મ માટે હોલિવુડના ટેક્નિશયનો સાથે હજી વાતચીત ચાલુ છે .ઓમ રાઉત દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ થ્રિડીમાં રિલીઝ થશે.