Abtak Media Google News

ઈતિહાસમાં ક્યારેય વિસરી ન શકાય તેવી દુર્ઘટના ગત 24 મે શનિવારે રાજકોટ ખાતે બની છે. આ દુર્ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. આ દુર્ઘટનાએ ભૂતકાળની અનેક આવી દુખદ ઘટના તાજી કરી છે. આ ઘટનામાં અનેક નિર્દોષના મૃત્યુ થયા છે.

1 32

 

રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે. જેને લઈને અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્ર નગરના ધાંગધ્રાના  હળવદમાં રાજકોટ trp દુર્ઘટનામાં ભોગ બનેલા 34 લોકોને  ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા 2 મિનિટ નો મોંન પાડી શ્રદ્ધાંજલિ આપવા માં આવી હતી.

2 37

આ તકે ક્ષત્રિય રાજપૂત સમાજના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સમાજ નાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાન આઈ કે જાડેજા તેમજ હળવદ ધાંગધ્રા ક્ષત્રિય રાજપૂત સમાજ વાડી ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

3 29

ગેમઝોનમાં મૃત્યુ પામેલા લોકો ની આત્માને શાંતિ મળે તેમ જ તેમના પરિવારને સાંત્વના સાથે હિંમત મળે એ માટે પાર્થના કરવામાં આવી હતી.

ધાંગધ્રા : જયદેવસિંહ ઝાલા

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.