- ‘અબતક’ સાથેની મુલાકાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમગ્ર માહિતી આપી
ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના જયપુર ખાતે તારીખ 22/12/1946 ના રોજ સંઘના સ્થાપક પ્રમુખ બાડમેરના મેયર ધારાસભ્ય ભુતપૂર્વ સાંસદ તથા લેખક અને ચિંતક તનસિંહજી દ્વારા કરવામાં આવી હતી અબતક સાથેની મુલાકાતમા દેવતસિંંંહજી ચાંદલી મહામંત્રી કચ્છ કાઠીયાવાડ ગુજરાતી ગરાસીયા એસો. દેવેન્દ્રસિંહજી સોળીયા, ક્રિપાલસિંહ, શકિતતસિંહજી વરિષ્ઠ સ્વયમ સેવક અને દેશના સર્વોતમ વક્તા ભગવાનસિંહજીના નેતૃત્વમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં સર્વોતમ કામગીરી થઈ છે. સઘના ચોથા અને સને 1989થી સંઘ પ્રમુખ તરીકે કાર્યરત અને આ સંઘના વર્તમાન સુકાની ભગવાનસિંહજી રોલસાહબસરએ તારીખ 5/6/2025 ગુરુવારના રોજ મોડી રાત્રીએ એસએમએસ હોસ્પિટલ જયપુર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા ત્યારબાદ હોસ્પિટલ ઓથોરીટીએ તેમના નિધનની વિધિવત જાહેરાત તારીખ 6/6/2025ના રોજ કરતાં આ સમાચાર પ્રસારિત થતા સમગ્ર સમાજમાં આઘાતનું શોકમય વાતાવરણ સર્જાયેલ છે. સદગત ભગવાનસિંહજીના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને સંઘશક્તિ ભવન જયપુર ખાતે લાવવામાં આવતા તેમના અંતિમ દર્શન અર્થે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કેન્દ્રીય કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહજી શેખાવત ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજી સાંસદ રાવ રાજેન્દ્રસિંહજી બીજેપી પ્રદેશ ઉપઅધ્યક્ષ રઘુવીરસિંહજી તેવર બીજેપી પ્રદેશ મહામંત્રી શ્રવણસિંહજી બગડી મંજુજી શર્મા પૂર્વ વિધાયક રામલાલ શર્મા મનીષા પવાર વિધાયકની ગોપાલ શર્મા છગનસિંહજી રાજપુરોહિત , વીરેન્દ્રસિંહજી કાનાવત રામસહાય વર્મા પુશારામ ગોદરા, ગીતા બરખડ, જશવંતસિંહજી બિશનોઈએ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ હતા આ ઉપરાંત સામાજિક આગેવાનઑ રાજકીય નેતાઓ સરકારી અમલદાર અને સંઘના કાર્યકર સહિત વિશાળ સંખ્યામાં આમજનતાની ભારે ભીડ એકત્ર થઈ હતી અને અંતિમ પ્રણામ કરી અશ્રુભીની શ્રદ્ધાજલી અર્પણ કરી હતી. ત્યારે રાજકોટ ખાતે આવતીકાલે સાંજના 4 થી 6 કલાક હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય રજપૂત પરા 5 રાજકોટ ખાતે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવશે.