Abtak Media Google News

ઇન્ડિયન સોસાયટી ઓફ કેમિસ્ટ અને બાયોલોજીસ્ટની ર7મી આંતર રાષ્ટ્રીય પરિષદ ડો. અનામિક શાહની રાહબરી હેઠળ યોજાશે

ઈન્ડીયન સોસાયટી ઓફ કેમિસ્ટ એન્ડ બાયોલોજીસ્ટ, લખનૌની 27મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ રીસર્ચ એન્ડ ઈનોવેશન ઈન કેમિકલ અને બાયોલોજીકલ સાયન્સીઝ ફાર્માસ્યુટીકલના મુખ્ય થીમ સાથે ભારતની વિશ્વવિખ્યાત બિરલા ઈન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી, મેસરા (રાંચી)ખાતે તા.16મીથી 19 નવેમ્બર  ચાર દિવસ માટે આઇએસસીબીના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનામિક શાહ અને મહામંત્રી ડો. પીએમએસ ચૌહાણની આગેવાની હેઠળ મળી રહી છે. કોરોનાકાળ પછી પ્રથમ જ વાર ઓફ લાઈન વૈજ્ઞાનિક પરિષદ ઝારખંડ ખાતે મળશે તેમાં દેશ-વિદેશના આંતરરાષ્ટ્રીય ઔષધ વિજ્ઞાન ડ્રગ ડીસ્કવરી, બાયોઈન્ફોર્મેટીકસ, બાયોટેક્નોલોજી, વેકસીન સંશોધન તેમજ ફાર્માસ્યુટિકલ સંશોધનના 750 જેટલા તજજ્ઞો તેમજ ડેલીગેટો સ્થિત રહેનાર છે. ઉદ્ઘાટન સત્રમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારત માટેની તકો અને પડકારો તેમજ ચીનનો વિકલ્પ બનવા માટે જરૂરી નીતિમાં સરકાર સંશોધકો તેમજ ફાર્મા કંપનીની ભૂમિકા અંગતઈઇના પ્રમુખ ડો. અનામિક શાહનુ વિશેષ પ્રવચન રહેશે.

તા.16મી નવેમ્બરના ઉદ્ઘાટન સત્ર બાદ કુલ 27 જેટલા વૈજ્ઞાનિક સત્રોમાં પણ સમાંતર ઓડીટોરિયમમાં સવારે 9 થી સાંજે 7 સુધી અનેક તજજ્ઞોના વ્યાખ્યાનોનું આયોજન થયું છે. તેમાં કુલ 63 નિમંત્રિત વ્યાખ્યાનો, ઉપરાંત દર જેટલા ઓરલ પ્રેઝન્ટેશન તેમજ 125 થી વધુ પોસ્ટરો વૈવિધ્યપૂર્ણ સંશોધકો દ્વારા રજુ કરવામાં આવશે. દેશના પ્રમુખ વૈજ્ઞાનિકો દ્વારા 30-40 મિનીટના ડ્રગ ડીસ્કવરી ઉપરના તેમજ નવા સંશોધનો પરના પ્લેનરી વ્યાખ્યાનોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદેશમાંથી 1ર જેટલા રસાયણ વિજ્ઞાનીઓ ઉપસ્થિત રહેશે છે. જેમાં યુ.એસ.એ., કુવેત, યુરોપ સહિતના દેશોના સમાવેશ થાય છે. આમ 750 ડેલીગેટોમાંથી ઉપસ્થિત પૈકીમાં દર ત્રણ ડેલીગેટમાંથી એક વકતા, સંશોધક કે ઓરલ સ્પીકર કે પોસ્ટર પ્રેઝન્ટર તરીકે ઉપસ્થિત હશે તે અત્યાર સુધીની તમામ આઇએસીબી કોન્ફરન્સની પ્રણાલિકા આ કોન્ફરન્સમાં પણ જળવાઈ રહેશે.

Screenshot 2 15

આઇએસસીબી પ્રતિ વર્ષ દેશ-વિદેશના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય એવોર્ડ આપીને સન્માનિત કરે છે તેમજ ઉત્તમ સંશોધકોને ફેલોશીપ એનાયત કરે છે. શ્રેષ્ઠ પોસ્ટર કે ઓરલ પ્રેઝન્ટરને યુવા સંશોધક એવોર્ડ સ્થળ પર જ પસંદ કરે છે. પ્રતિવર્ષ આશરે નિષ્ણાત ટીમ દ્વારા 450 જેટલા સંશોધકો ભાગ લેતા હોય છે.

કાઉન્સિલ ઓફસાયન્ટીફીક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રીસર્ચના પૂર્વાધ્યક્ષ અને હ્યુમન જીનોમ પ્રોજેકટના વિશ્વખ્યાત ડો. સમીર બ્રહમચારી, આઈ.આઈ.ટી. મુંબઈના સીનીયર પ્રોફેસર અને પૂર્વ કુલપતિ ડો. અનીલ કે. સીંઘ, કાનપુર, પટણા, ધનબાદ, ખડગપુરના સહિત સાત આઈ.આઈ.ટીના પ્રોફેસરો,આઇ.આઇ.એસ.ઇ.આર.  ભોપાલ, કલકત્તા, અમદાવાદની નિરમા યુનિવર્સિટી, એન.આઇ.પી.ઇ. આર, ગાંધીનગર, રાયબરેલી, ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, બેંગલોર અવધ યુનિવર્સિટી અયોધ્યા,ે ઉપરાંત ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, અત્મીય યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન રીસર્ચ ઈન્સ્ટીટયુટ, સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ ઈન્સ્ટીટયુટ, બીરલા ઈન્સ્ટીટયુટ ઓફ ટેક્નોલોજી, રાજસ્થાન, કલિંગા યુનિવર્સિટીના પ્રોફેસરો, તજજ્ઞો તેમજ વૈજ્ઞાનિકો ઉપરાંત અન્ય 50 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ અને 47 જેટલી ફાર્માસ્યુટિકલ કેમીકલ, ગ, વેકસીન તેમજ બાયોઈન્ફોમેટિકસ તેમજ બાયોટેકનોલોજી કંપનીઓના ડાયરેકટરો, છેલ્લામાં છેલા ફાર્મા અને સિન્થટીક સંશોધનોથી અવગત કરાવશે. કેમીકલ, બાયોલોજીકલ, ફાર્માસ્યુટિકલ સાયન્સની વિશાળ પટ પર તણાજેતરમાં કોવિદની સારવાર માટે અમેરિકન પેટન્ટ મેળવીને સુપ્રસિદ્ધ થયેલા ડો. કેશવદેવનું સાવ સાદા કલોરીનથી સારવાર થઈ શકે તેનું વ્યાખ્યાન ઉપરાંત કેન્સરના વિવિધ સ્વરૂપો સામે આવેલી નવી સાશ્લેષિત દવાઓ અંગે, એન્ટી બાયોટીકસની ઘટેલી અસરકારકતા અને ડ્રગ રેસીસ્ટન્ટસ અંગે અમેરિકાના ડો. રમેશ બોગા, ટી.બી. અંગે કુવૈત યુનિવર્સિટીના ઉપરાંત ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર યુનિ. ગુજરાત યુનિ. મારવાડી યુનિ. આત્મીય યુનિ. દક્ષિણ ગુજરાત યુનિ. ઉતર ગુજરાત યુનિ. સરદાર પટેલ યુનિ. સેન્ટ્રલ  ડ્રગ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી રાજસ્થાન, કલિંગા યુનિ.ના પ્રોફેસરો તજજ્ઞો તેમજ વૈજ્ઞાનિકો ઉપરાંત અન્ય પ0 જેટલી શૈક્ષણીક સંસ્થાઓ ને 47 જેટલી ફાર્માસ્યુટિકલ, કેમિકલ, ડ્રગ વેકસીન તેમજ બાયોઇન્ફોમેટિક તેમજ બાયોટેકનોલોજી કંપનીઓના ડાયરેકટરો, છેલ્લામાં છેલ્લા ફાર્મા અને સિન્થેટીક સંશોધનોથી અવગત કરાવશે.

કેમીકલ, બાયોલોજીકલ, ફાર્માસ્યુટિકલ સાયન્સની વિશાળપટ પર તણાજેતરમાં કોવિંદની સારવાર માટે અમેરિકન પેટન્ટ મેળવીને સુપ્રસિઘ્ધ થયેલા ડો. કેશવદેવનું સાવ સાદા કલોરીનથી સારવા થઇ શકે તેનું વ્યાખ્યાન ઉપરાંત કેન્સરના વિવિધ સ્વરુપો સામે આવેલી નવી સાશ્ર્લેષિત દવાઓ અંગે એન્ટી બાયોટીકસની ઘટેલી અસકારકારતા અને ડ્રગ રેસીસ્ટન્સ અંગે અમેરિકાના ડો. રમેશ બોગા, ટી.બી. અંગે કુવૈત યુનિવર્સિટીના ડો. અબુ સલીમ મુસીફા, કેન્સર ડ્રગ ડીલીવરી માટે નેનોટેકનોલોજી અંગે બીટ્સ (રાંચી)ના પ્રો. મોનિકા ત્રિવેદી, બેકટેરિયા પ્રતિરોધક નવા મોલેકયુલ ઉપર ઈંજઊછ, કલકત્તાના ડો. દેવાશિષ હલધર, સિગ્મા આલ્હીચ કંપનીના ડાયરેકટર ડો. રવીન્દ્ર વી. સીંઘ પેનલ્ટી આસના કેન્સર ઉપર ડો. ગૌરવ શેઠ, મેડીસીનલ લાન્ટનો રકતસ્ત્રાવમાં ઉપયોગ કરતા સંશોધન ડો. રફિકા યાસીન, ડો. રેડ્ડી લેબોરેટરીના ડાયરેકટર ડો. રાકેશશ્વર બંદીચોટનું પ્રોસેસ કેમીસ્ટ્રી પર, થમોફીશર, યુએસએના પ્રતિનિધિનું અલ્ટા એનાલીસીસ અંગે તેમજ ઈન્દીરા ગાંધી ઈન્સ્ટીટયુટ ઓફ બાયોલોજીના સ્થાપક પ્રો. સમીર બ્રહ્મચારીનું ભારત સંશોધન ક્ષેત્રે “ડીસરોટીવ લનોવેશન” સફળ કરીને ચીનનો મુકાબલો કરી શકશે કે કેમ તે અંગેનું ચાવીરૂપ પ્રવચન આપનાર છે. તદ્દઉપરાંત કેન્સર, ટી.બી., એચ.આઈ.વી, ઓબેસીટી અને ડાયાબીટિસ સહિતના લાઈફસ્ટાઈલ ડીસીઝ સામે આવેલી નવી દવાઓ અંગે ચર્ચા થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.