કુંભમેળો 2019: વિશેષ સ્નાનનો અનેરો મહિમા….

પવિત્ર કુંભ સ્નાન એ વિશ્વાસને અનુસરણ આવે છે કે ત્રિવેણી સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવીને એક વ્યક્તિ પોતાના બધા જ પાપોથી મુક્ત થઇ જાય છે. પોતે અને પોતાના પૂર્વજોને પુનઃર્જન્મના ચક્રથી મુક્ત કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. સ્નાનની સાથે-સાથે તીર્થયાત્રી પવિત્ર નદીના તટ પર પૂજા પણ કરે છે અને વિભિન્ન સાધુગણની સાથે સત્સંગમાં પણ જોડાય છે. 

મકરસંક્રાતિથી શરૂ થઇને પ્રયાગરાજ કુંભના દરેક દિવસે આ કર્મકાન્ડ કરવું એક પવિત્ર સ્નાન માનવામાં આવે છે. કુંભ મેળાની શરૂઆતથી જ વિવધ તિથિઓ પર શાહી સ્નાન જેમ કે, ‘રાજયોગી સ્નાન’ના સ્વરૂપે પણ ઓળખાય છે. જ્યાં વિભિન્ન ધાર્મિક પીઠના સભ્યો, સંતો અને તેમના શિષ્યોની આકર્ષક શોભાયાત્રા કાઢવામાં આવે છે.

શાહી સ્નાન કુંભમેળાનું પ્રમુખ સ્નાન છે, તેમજ કુંભ મેળાનું કેન્દ્રીય આકર્ષણ છે. શાહી સ્નાન બાદ જ સર્વ સાધારણને આ વિશ્વાસમાં પવિત્ર સ્નાનથી સામાન્ય લોકો પણ પવિત્ર સંતોના પવિત્ર કાર્યો તથા વિચારોને અનુસરી શકે છે.


એક રાશિથી બીજી રાશિમાં સૂર્યના પ્રવેશ (સંક્રમણ)ને જ સંક્રાન્તિ કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર, બાર રાશિઓ જેમ કે, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ અને મીન, જાન્યુઆરી માસમાં 14 તારીખે જ્યારે સૂર્ય ધનુ રાશિથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે ઉત્તરાયણ થાય છે.

જેથી તેને મકરસંક્રાતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો વ્રત કરી સ્નાન કર્યા બાદ પોતાની ક્ષમતા અનુસાર કઇંકને કઇંક દાન જરૂર કરે છે.