Abtak Media Google News

કુંડલપુર ધામના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને અહીં બનાવવામાં આવી રહ્યું છે વિશ્વનું સૌથી ઊંચું જૈન મંદિર 

કુંડલપુર ધામના ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને અહીં વિશ્વનું સૌથી ઊંચું જૈન મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તેની દિવ્યતા અને ભવ્યતાને કારણે જે લાખો ભક્તોની શ્રધ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે. 500 ફૂટ ઉંચી ટેકરી પર બનેલા આ 189 ફૂટ ઊંચા જૈન મંદિરના નિર્માણ પાછળ લગભગ 600 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ. જેમાંથી અત્યાર સુધીમાં લગભગ 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. પથ્થરમાંથી બનેલા આ મંદિરને દિલવારા અને ખજુરાહોની દીવાલ પર ભવ્ય રીતે કોતરણી કામ કરવામાં આવ્યું છે તેમજ કરવામાં આવ્યું છે.

Screenshot 4 41

કુંડલપુરના આ ભવ્ય જૈન મંદિરનું કામ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યું છે. આ મંદિરમાં 12 લાખ ઘનમીટર પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પત્થરો સિમેન્ટ અને લોખંડનો ઉપયોગ કર્યા વિના જોડવામાં આવ્યા છે. રાજસ્થાનના ત્રણ પ્રકારના પથ્થરોથી બડે બાબા ભગવાન આદિનાથનું મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં મુખ્ય શિખર, ગુડ મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ સહિત અનેક પ્રકારના ભવ્ય સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Screenshot 2 40
જેસલમેરના સાગર પથ્થરોમાંથી બનેલા ગુણ મંડપમાં દેવી-દેવતાઓ અને નર્તકો વગેરેની મૂર્તિઓ અદ્ભુત રીતે કોતરવામાં આવી છે અને આ કોતરણીનો નજારો જોનારાઓ પણ કારીગરોની પ્રશંસા કરતા પોતાને રોકી શકતા નથી. મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાતા તમામ પથ્થરો પરની ભવ્ય કોતરણી તેની સુંદરતા અને ભવ્યતાને વધારે છે. દરરોજ હજારો લોકો આ દિવ્ય મંદિરના દર્શન કરવા આવે છે.

જૈનોના પ્રસિદ્ધ તીર્થસ્થળ કુંડલપુરમાં પંચકલ્યાણક ઉત્સવનો આજથી પ્રારંભ થયો. પંચકલ્યાણકમાં હાજરી આપવા દેશ-વિદેશથી પણ પ્રતિમાઓ આવી રહી છે. આ પ્રતિમાઓને અહીં પવિત્ર કરવામાં આવશે, ત્યારબાદ તે મૂર્તિઓને સંબંધિત દેશોમાં લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે.

આ મંદિરથી ઔરંગઝેબ ઉભી પૂછડીએ ભાગ્યો 

Kundalpur Jain Mandir Damoh 1

કહેવાય છે કે મુગલ કાળ દરમિયાન ઔરંગઝેબ બડે બાબાની પ્રતિમાને નુકસાન પહોંચાડવા કુંડલપુર પહોંચી ગયો હતો. તેણે બડે બાબાની પ્રતિમા પર તલવારથી હુમલો કરતા જ તેમાંથી દૂધની ધારા નીકળી અને અચાનક મધમાખીઓએ ઔરંગઝેબ અને તેની આખી સેના પર હુમલો કરી દીધો. મધમાખીનો હુમલો એટલો જોરદાર હતો કે ઔરંગઝેબને ત્યાંથી ઉભી પૂછડીએ ભાગવું પડ્યું.

કુંડલપુર મંદિરમાં 1100 જેટલી મૂર્તિઓ અને દેશ-વિદેશના ઘર-ઘર અને અન્ય જૈન મંદિરોમાં 400 જેટલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે.

Kundalpur Jain Mandir Damoh 2

કુંડલપુર સિદ્ધ ક્ષેત્ર સમિતિના જણાવ્યા અનુસાર બે હજાર વર્ષ પછી આટલું મોટું પંચ કલ્યાણક મંદિર બની રહ્યું છે. આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ તેમના તમામ 200 જૈન મુનિ શિષ્યો અને 250 થી વધુ માતાઓ (આર્યિકાઓ) સાથે આ મહા મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. આ જ કારણ છે કે દેશ-વિદેશમાંથી મુખ્ય મૂર્તિઓ અહીં જીવનદાન માટે પહોંચી છે. આચાર્યશ્રી અને મુનિ સંઘ દ્વારા સૂર્યમંત્ર સાથે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

16 અને 17 ફેબ્રુઆરીએ ગર્ભ કલ્યાણક, 18 ફેબ્રુઆરીએ જન્મ કલ્યાણક, 19 અને 20 ફેબ્રુઆરીએ તપ કલ્યાણક, 21 અને 22 ફેબ્રુઆરીએ જ્ઞાન કલ્યાણક અને 23 ફેબ્રુઆરીએ મોક્ષ કલ્યાણક સાથે ગજરથ ફેરી યોજાશે.

Kundalpur Jain Mandir Damoh 1

આ પછી 24 ફેબ્રુઆરીથી મહામસ્તકાભિષેક શરૂ થશે, જે આગામી એક મહિના સુધી ચાલશે. આ વિશ્વમાં અત્યાર સુધી બનેલા તમામ પંચકલ્યાણકોથી અલગ છે. અત્યાર સુધી પંચકલ્યાણકમાં માત્ર એક ઈન્દ્ર, એક સૌધર્મ ઈન્દ્ર-ઈન્દ્રાણી અને 1-1 માતા-પિતા બને છે. જ્યારે આ પ્રસંગમાં 24 તીર્થંકરો માટે 24-24 ઈન્દ્ર-ઈન્દ્રાણી અને તે તમામના 1-1 માતા-પિતા બનાવવામાં આવ્યા છે.

બડે બાબા મંદિર અને મૂર્તિ વ્યવસ્થાના પ્રભારી રાજેશ જૈનના જણાવ્યા અનુસાર, મુખ્ય મંદિરની સામે સહસ્ત્રકૂટમાં 1008 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. તેવી જ રીતે ત્રિકાલ ચૌબીસી, વર્તમાન ચૌબીસી, પૂર્વ ચૌબીસી અને ભવિષ્ય ચૌબીસીમાં મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. પંચ બલાયતીની 5-5 મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. તેઓ 45 અને 26 ઇંચની પદ્માસન મુદ્રામાં છે. તેવી જ રીતે પદ્માસનમાં 15 ઈંચની 724 મૂર્તિઓ, ખડગાસનમાં 25 ઈંચની 220 મૂર્તિઓ, ખડગાસનમાં 39 ઈંચની 12 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.